________________
૧૪૬
નમસ્કારમંત્રસિદ્ધિ તેવીશ પ્રકારના વિષય પર કાબૂ રાખનારે. કદાચ પ્રારંભમાં આવી સ્થિતિ ન હોય તે પણ સાધકે આ આદર્શને પિતાની સામે રાખવું જોઈએ અને બનતા પ્રયત્ન, બનતી ત્વરાએ તેની પરાધીનતામાંથી નીકળી જવું જોઈએ. નહિ વશ કરાયેલી ઈન્દ્રિયે તેફાની ઘોડાઓ જેવી છે. તે સાધકને ક્યારે પટકી નાખે, તે કહી શકાય નહિ. જ્યારે સુંવાળા સ્પર્શની લાલસા જાગે નહિ, જ્યારે સ્વાષ્ટિ ભજન કરવાની ઈચ્છા પ્રટે નહિ, જ્યારે સુગધ માણવાની વૃત્તિ થાય નહિ, જ્યારે રૂપ- કુરૂપ સરખાં ભાસે અને મધુર કે કઠોર શબ્દોમાં કેઈ તફાવત લાગે નહિ, ત્યારે સમજવું કે ઈન્દ્રિ પર કાબૂ આવ્યું છે, ઈન્દ્રિયને જય થયે છે. વાસ્તવમાં આ કામ
+ સ્પર્શનેન્દ્રિય વડે આઠ બાબતો જાણી શકાય છે (૨) ભારે, (૩) કમળ, (૪) ખરબચડું, (૫) કડું, (૬) ગરમ, (૭) ચીકણું અને (૮) લૂખું, તે સ્પર્શનેન્દ્રિયના ૮ વિપ. રસનેન્દ્રિય વડે પાંચ આબતે જાણી શકાય છેઃ (૧) મીઠે રસ, (૨) ખાટો રસ, (૩) ખારે રસ, (૪) કડવો રસ અને ૫) તીખે રસ, તે રસનેન્દ્રિયના પાંચ વિપ. કેટલાક તૂરા રસને સ્વતંત્ર ગણે છે. એ રીતે રસની સંખ્યા છની બને છે, પરંતુ તૂરે રસ ખારા અને મીઠા રસનું પરિણામ છે. ધ્રાણેન્દ્રિય વડે બે બાબતો જાણી શકાય છેઃ (૧) સારી વાસ અને (૨) ખરાબ વાસ, તે ધ્રાણેજ્યિના બે વિષયે. ચક્ષુરિાિ વડે પાંચ બાબત જાણી શકાય છે: (૧) ધા રંગ, (૨) કાળો રંગ, (૩) લીલા રંગ, (૪) પીળે રંગ અને (૫) રાતા રંગ, તે ચક્ષુરિન્દ્રિયના પાંચ વિપ. અને તેન્દ્રિય વડે ત્રણ બાબતો જાણી શકાય છેઃ (૧) સચિત્ત શબ્દ, (૨) અચિત્ત શબ્દ અને (૩) મિશ્રશદ. આ રીતે ૮+૧+૨ +૫+૩=૨૩ મળી ઈનિના કુલ વિષયો વીશ ગણાય છે.