________________
સાધકે રેગ્યતા કેળવવી ઘટે.
૧૭ અઘરૂં છે, પણ તે કર્યા વિના અધ્યાત્મમાર્ગમાં આગળ વધવાને કઈ રસ્તો નથી. નમસ્કારમંત્રની સાધના એ અધ્યાત્મમાર્ગની સાધના છે, એક પ્રકારની ગસાધના છે, અથવા તે એક પ્રકારનું ધાર્મિક અનુષ્ઠાન છે, એ સાધકે ભૂલવાનું નથી.
(૩) ગુણવંત એટલે દયા, દાન, પરોપકાર આદિ ગુણવાળે. જો આ પ્રકારના ગુણે ખીલે તે જ નમસ્કાર મંત્રની સાધના આગળ વધે અને તેમાં પ્રગતિ થાય, અન્યથા રળિયા ગઢવી જેવી સ્થિતિ થાય, એટલે કે ઠેર ના ઠેર રહેવું પડે અને આગળ વધી શકાય નહિ. દયા, દાન, પરેપકાર, એ બધા ધાર્મિક જીવનને પાયે નાખનારા મૂળભૂત ગુણો છે, એટલે નમસ્કારમંત્રની સાધના કરનારે તેને અવશ્ય ખીલવવા જોઈએ.
(૪) સંતનસેવાકારી એટલે સંત પુરુષની સેવા કરનારે. સંતપુરુષોને જોતાંજ આનંદ આવે, તેમનાં ચરણ પકડવાનું મન થાય અને તેમની દરેક પ્રકારે ભક્તિ કરવાને ઉલ્લાસ પ્રત્યે તે સમજવું કે સંતસેવાને ગુણ પ્રકટ છે. સંતેની સેવા કરવાથી ધર્મભાવના વધે છે, પાપ કરવાની વૃત્તિને નાશ થાય છે અને મંત્રસાધના માટે ઉત્સાહ જોર પકડે છે. સંત તુલસીદાસજીએ કહ્યું છે કે
એક ઘડી આધી ઘડી, આધિમ્ પુનિ આધ, તુલસી સંગત સાધુકી, કટે કેટ અપરાધ. તાત્પર્ય કે સાધુની સંગત આપણું ભવોભવનાં પાપ