________________
સાધના કેમ કરવી?
૧૩૭ થી સારી વાત તેમને સૂઝતી નથી, પછી નમસ્કારમંત્રની સાધના જેવું પવિત્ર કાર્ય તેમને ક્યાંથી સૂઝે? ' કેટલાક માણસે વાતવાતમાં નિરાશ કે નાસીપાસ થાય છે. તેમને કઈ વાત આશાસ્પદ લાગતી નથી અને તેથી તેમાં શ્રદ્ધા જામતી નથી. તેઓ નમસ્કારમંત્રની સાધના કરવા માટે શી રીતે તત્પર થાય ?
પિતાનું ધ્યેય ભૂલનારે, સાધ્ય ચૂકી જનારે પ્રમાદી ગણાય છે. તે પ્રમાદરૂપી ખાચિયામાં પડ્યા રહે છે અને તેમાં જ આનંદ માને છે. ભાદરવા માસમાં કેઈ ભેંસ ખાચિયામાં પડી હોય, ત્યારે કે આનંદ માણે છે, તે તમે જાણતા જ હશે. પ્રમાદીને વળી સાધના કેવી? . તાત્પર્ય કે આળસ ઉડાડી દઈએ, જડતાને ખંખેરી નાખીએ, નિરાશા કે નાસીપાસીને દૂર કરીએ અને પ્રમાદને પરિહાર કરીએ તે જ મંત્રસાધના માટે તત્પર બનાય અને એ રીતે સફલતા માટેનું પહેલું પગલું માંડી શકાય.
(૨) કર્મ_એટલે નિશ્ચયપૂર્વક કામે લાગી જવું, ઉદ્યમ કરવા મચી પડવું કે કર્તવ્યને સ્વીકાર કરે - ઉઠીને ઊભા તે થયા, પણ નિશ્ચયપૂર્વક કામે લાગ્યા કે ઉદ્યમ કરવા મચી ન પડ્યા કે વિહિત કર્તવ્યને સ્વીકાર ન કર્યો, તે સફલતા શી રીતે મળવાની ? કેટલાક રખડુ કે બેદરકાર વિદ્યાર્થીઓને માતાપિતા નિશાળે ધકેલે છે, એટલે તેઓ નિશાળે જાય છે ખરા, પણ ત્યાં વિદ્યાર્જનને ઉદ્યમ કરતા નથી કે મારે સારી રીતે ભણવું જોઈએ એ વાતને