________________
૧૩૮
નમસ્કારમંત્રસિદ્ધિ
સ્વીકાર કરીને ચાલતા નથી, તે શું પરિણામ આવે છે? વર્ગની સહુથી છેલી પાટલીઓ તેમને માટે અનામત રહે છે અને ત્રણ-ત્રણ કે ચાર-ચાર વર્ષ સુધી તેઓ એ પાટલી એને છોડતા નથી. નીતિકાએ તે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું
निद्रालस्यसमेतानां क्लीबानां क विभूतयः । मुसवोद्यमसाराणां, श्रियः पुसां पदे पदे॥
નિદ્રા અને આલસથી યુક્ત બાયલાઓને (ધનસંપત્તિ, અધિકાર, ગ્યતા, વિકાસ આદિ) વિભૂતિઓ કયાંથી મળે? એ તે જે પુરુષ ઉદ્યમી અને પરાક્રમી છે, તેમને માટે જ સજાયેલી છે. તેઓ ડગલે ડગલે (જ્ઞાનલક્ષમી, યશલામી, ધર્મલક્ષમી વગેરે) લક્ષમી પામે છે?
તાત્પર્ય કે મંત્રસાધના માટે તત્પર થયા પછી તે સાધનાને લગતા કામમાં લાગી જવું જોઈએ, અને તે માટે જે કંઈ સાધન-સામગ્રી જોઈએ, સગવડ જોઈએ, તે મેળવી લેવી જોઈએ. “ધર્મના કામમાં ઢીલ નહિ એને અર્થ જ એ છે કે કેઈ પણ સંગેમાં તેને “આવતી કાલ પર મુલતવી રાખવું ન જોઈએ. જેઓ “ઘડપણમાં ગોવિંદ ગુણ ગાઈશું” એમ માનીને ધર્મની આરાધના કરવાનું કામ મુલતવી રાખે છે, તેમના શા હાલ થાય છે, તે જાણે છે. ને? તેમને એ આરાધના કરવાને વખત જ આવતું નથી. કાલરૂપી બાજ ગમે ત્યારે તૂટી પડે છે અને તેમના મનની