________________
૧૩૪
નમસ્કારમ ત્રસિદ્ધિ
મહાપ્રતિહા માં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. શાલવૃક્ષ પણ તે માટે ઉપયેગી થાય ખરૂં. બિહાર–મંગાલની સરહદ પર અમે શાલવૃક્ષનાં વના જોયાં છે અને તે સાધના માટે અનુકૂળ જણાયાં છે. શ્રમણ ભગવાન મહાવીરને કેવલજ્ઞાનની સિદ્ધિ શાલવૃક્ષ નીચે થઈ હતી, એ વસ્તુની પાઠકોને ચાદ
આપીએ છીએ.
પર્વતના શિખરપ્રદેશ, પર્વતની ગુફાઓ તથા તળેટીને અમુક ભાગ કે જ્યાં ઝાડીઝરણાં આવેલાં હાય. તે પણ મંત્રસાધના માટે અનુકૂળ ગણાય છે.
ગુરુ જે સ્થાને બિરાજતા હેાય ત્યાં રહીને પણ મંત્રસાધના કરી શકાય છે, એટલે કે ઉપાશ્રય, પાષધશાળા વગેરે પણ મત્રસાધના માટે ઉપયેાગી ગણાય છે.
જો અન્ય સ્થળે જવાની અનુકૂળતા ન હેાય તે પોતાના નિવાસસ્થાનના જ અમુક ભાગ પસદ્ન કરી તેને સાધનાને અનુકૂળ બનાવી શકાય છે. ત્યાં હુંમેશાં સ્વચ્છતા-પવિત્રતા ખરાખર રાખવી જોઈએ તથા ગ્રૂપ દ્વીપ આદિ કરવા જોઈ એ.
ટૂંકમાં જે સ્થાન પવિત્ર અને શાંત હાય તથા જ્યાં. વિક્ષેપ થવાના સ ́ભવ અતિ અલ્પ હાય, ત્યાં રહીને મંત્રસાધના કરવી જોઈએ, જેથી સાધના સારી રીતે આગળ વધી શકે અને તેનુ પરિણામ સુદર આવે.