________________
સાધના કયાં કરવી?
૧૩૩ જે ચિત્તને શાંત, સ્વચ્છ તથા પ્રસન્ન રાખવા માટે ઘણુ ઉપયોગી છે.
જે સરોવરમાં કમળ ખીલેલાં હોય, તેને પત્રસરેવર કહેવામાં આવે છે. તેનું પ્રાકૃતિક સૌંદર્ય અદ્દભુત હોય છે. વળી તેની પાળ પરથી જે પવન આવતો હોય છે, તે શીતળ અને સુગંધી હોવાથી ત્યાં બેસી રહેવાનું મન થાય છે. આવી પાળને એક ભાગ કે જ્યાં અવરજવર ઓછી હોય ત્યાં મંત્ર સાધના માટે સ્થાન જમાવી શકાય છે.
પુષ્પવાટિકા, બગીચે કે ઉપવન પણ મંત્રસાધના માટે પસંદ કરવા યોગ્ય છે, કારણ કે ત્યાંનું વાતાવરણ ખુશનુમા નહેાય છે અને શાંતિ પણ સારા પ્રમાણમાં પ્રસરેલી હોય છે.
સુંદર વૃક્ષઘટા પણ પસંદ કરવા ગ્ય છે, કારણ કે તે ચિત્તને પ્રસન્ન કરનાર છે અને હવામાન ઠંડું રાખે છે. વળી અમુક મંત્રની સાધના તે અમુક વૃક્ષની સમીપે કરવામાં આવે તો જ તેમાં સિદ્ધિ મળે છે. દાખલા તરીકે ગંધર્વરાજ મંત્રની સાધના કરવી હોય તે તે કદલીવનમાં જ કરવી જોઈએ, એટલે કે ખૂબ ઉગેલી હોય તેવા સ્થાનને જ પસંદગી આપવી જોઈએ. તેજ રીતે લક્ષ્મીમંત્રની સાધના કરવી હોય તે બિલીના વૃક્ષની સમીપે બેસીને કરવી જોઈએ. નમસ્કારમંત્ર માટે આવે કઈ સ્પષ્ટ ઉલ્લેખ જોવામાં આવ્યું નથી, પણ તે અશોકવૃક્ષની સમીપે બેસીને થાય તે સત્વર સિદ્ધિને આપનારે થાય, એમ અમારું માનવું છે, કારણ કે અશોકવૃક્ષ એ શ્રી જિનેશ્વર દેવના અષ્ટ