________________
૧૦૪
નમસ્કારમંત્રસિદ્ધિ પ્રાપ્તિમાં સહાયતા આ પાંચ હેતુઓથી હું પાંચ પ્રકારને નમસ્કાર કરું છું.”
અહીં “મા” થી મોક્ષમાર્ગનું સૂચન છે કે જેનું પ્રવર્તન અરિહંત દેવે વડે થાય છે. અરિહંત દેએ સભ્ય દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક ચારિત્રને મોક્ષને માર્ગ કો અને તેને પ્રાપ્ત કરવાને ઉપદેશ આપે, તેથી તેઓ પરમ પૂજ્ય અને પરોપકારી બન્યા અને તે જ કારણે તેમને પ્રથમ નમસ્કાર કરવામાં આવે છે.
અહીં “અવિપ્રણાશ” શબ્દથી “અવિનાશિતા” અભિપ્રેત છે કે જેને ખ્યાલ સિદ્ધ ભગવતે આપી રહ્યા છે. દેવેન્દ્ર, ચકવતીઓ વગેરેનાં પદને તથા સુખને અંત આવે છે, પણ સિદ્ધ ભગવંતના અનુપમ સુખને કદી અંત આવતું નથી. તેમનું સુખ સાદિ-અનંત છે, એટલે કે તેને પ્રારંભ થયો છે, પણ કદી છેડે આવનાર નથી. તેઓ આપણને આ પદે પહોંચવાની પ્રેરણા કરી રહ્યા છે, તેથી જ તેમને બીજે નમસ્કાર કરવામાં આવે છે.
આ રીતે આચાર્ય ભગવંતોથી આચારની પ્રાપ્તિ થાય છે, ઉપાધ્યાય ભગવતેથી વિનયની પ્રાપ્તિ થાય છે અને સાધુ ભગવતથી એક્ષપ્રાપ્તિમાં વિવિધ પ્રકારની સહાય મળે છે, તેથી જ તેમને અનુક્રમે ત્રીજે, ચે અને પાંચમે નમસ્કાર કરવામાં આવે છે.
આ પરથી જોઈ શકાશે કે નમસ્કારમંત્ર આત્મશુદ્ધિ