________________
૧૧૬
નમસ્કારમંત્રસિદ્ધિ જેમાં શ્રદ્ધારૂપી દિવેટ છે, બહુમાનરૂપી તેલ છે અને. જે મિથ્થારૂપી તિમિરને હરનારે છે, એ આ નવકારરૂપી શ્રેષ્ઠ દીપક ધન્ય પુરુષના મનરૂપી ભવનને વિષે શેભે છે
તત્પર્ય કે નમસ્કારમંત્ર મિથ્યાત્વને નાશ કરનારે. છે અને સમ્યકત્વની સ્પર્શના કરાવનારે છે. આત્મવિકાસની દૃષ્ટિએ આ બે ક્રિયાઓ એટલી મહત્વની છે કે તેને અપૂર્વ કે અજોડ જ કહી શકાય.
ઉવસગ્ગહર સ્તોત્રમાં કહ્યું છે કેतुह समत्ते लद्धे, चिंतामणिकप्पपायवन्महिए। पावंति अविग्घेणं, जीवा अयरामरं ठाणं ॥
હે ભગવન ! તમારું સમ્યકત્વ ચિંતામણિરત્ન તથા કલ્પવૃક્ષથી પણ અધિક પ્રભાવશાળી છે કે જેને પ્રાપ્ત કરવાથી જે કંઈ પણ વિદ્ધ વિના અજરામર સ્થાને પહોંચી જાચ છે? અહીં અજરામર સ્થાનથી મેક્ષ, મુક્તિ કે સિદ્ધોના. નિવાસસ્થાનરૂપ સિદ્ધશિલા સમજવી.
“મળો શીરો વરુ અચરકાળ” એ વચને પણ સમ્યકત્વથી અજરામર સ્થાનની પ્રાપ્તિ થાય છે, એમ દર્શાવનારાં છે.
અહીં વિચારવાનું એ છે કે જે વસ્તુ મહાશત્રુ સમાન મિથ્યાત્વને નાશ કરે, અતુલ ગુણના નિધાન સમાન સમ્યકત્વરનની પ્રાપ્તિ કરાવે અને અજરામર સ્થાનમાં લઈ જાય તેને કેવો અને કેટલે ઉપકારી માનવે ? તાત્પર્ય કે નમસ્કારમંત્ર આપણુ પર મહાન ઉપકાર કરનારે છે, તેથી તેના પ્રત્યે સદા આદર રાખો અને તેનું ભક્તિભાવથી સ્મરણ કરવું, એ પરમ હિતાવહ છે.