________________
૧૧૮
નમસ્કારમંત્રસિદ્ધિ આર્ટ’ થાય છે. ઉક્ત વિદ્યાથીએ પિતાનું ધ્યેય કે સાધ્ય સિદ્ધ કરવા માટે જે પ્રવૃત્તિઓ કરી, પુરુષાર્થ સે, તે એક પ્રકારની સાધના છે.
અહીં વિચારવાનું એ છે કે, “જે એ વિદ્યાર્થીએ આ પ્રકારની સાધના કરી ન હોય તે શું એ “માસ્ટર ઓફ આર્ટસર થઈ શકત ખરે? એક વિદ્યાથી આજે એવી ઈચ્છા કરે કે મારે “માસ્ટર ઓફ આર્ટ થવું છે, તે આવતી કાલે જ તે “માસ્ટર ઓફ આર્ટ' બની જાય એ શકય નથી, સંભવિત નથી. તે માટે પિતાની ભૂમિકા અનુસાર કેટલાક સમય સુધી વિશિષ્ટ સાધના કરવી જ પડે છે.
મહાન વૈજ્ઞાનિક એડીસનને એ ખ્યાલ આવ્યો કે વિદ્યુતશક્તિ (Electricity) નું પ્રકાશ (Light) માં. રૂપાંતર થઈ શકે ખરું, એટલે તેણે પ્રયત્નો આરંભ્યા. આ પ્રયને વર્ષો સુધી ખંતપૂર્વક ચાલુ રાખ્યા અને પ્રગની. સંખ્યા પાંચ આંકડા વટાવી ગઈ, ત્યારે તેમાં સિદ્ધિ સાંપડી. આ પ્રયોગ દરમિયાન વાળ જેવા બારીક તારની જરૂર જણાતાં અને તે વાંસમાંથી બની શકશે એ ખ્યાલ આવતાં, તેણે પોતાના માણસોને દુનિયાના જુદા જુદા ભાગોમાં. મોક્લી આપ્યા. તેમણે વાંસની ૩૦૦ જેટલી જાતે એકઠી. કરી. તેમાંથી કયે વાંસ અધિક કામ આપશે? તેને નિર્ણય કરવામાં આવ્યા અને ત્યારબાદ કામ આગળ ધપાવવામાં. આવ્યું. આ પરથી સમજી શકાશે કે સાધ્યની સિદ્ધિ કરવા માટે મનુષ્યને કેવી અને કેટલી સાધના કરવી પડે છે.