________________
સા ધ ના ખંડ
[૧૩] સાધનાની આવશ્યકતા
સાધ્યમંડ પૂરો થયે. હવે સાધનાખંડ શરૂ થાય છે. આ ખંડમાં નમસ્કારમંત્રની સાધના, આરાધના કે ઉપાસના અંગે કેટલીક મહત્વની વિચારણુઓ રજૂ કરવામાં આવી છે તથા સાધનાનાં મુખ્ય અંગે જેવાં કે મરણ, જપ, ધ્યાન, પૂજન, યંત્ર વગેરેનાં સ્વરૂપ તથા વિધિ અંગે વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. તેનું શાંત-સ્વસ્થ ચિત્તે વાંચનમનન કરવું, એ પાઠકેનું પરમ ક્તવ્ય છે.
સાધ્યની સિદ્ધિ કરવા માટે જે ખાસ ક્રિયા કે પ્રવૃત્તિ કરવામાં આવે છે, તેને “સાધના” કહેવાય છે. એક 'વિદ્યાર્થીને એમ. એ. એટલે “માસ્ટર ઓફ આર્ટસૂ” થવું હેય તે એ શાળાએ જાય છે, અમુક વિષયે શીખે છે, તે માટે જાયેલી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થાય છે અને ક્રમશઃ ઊંચાં ધરણે પ્રાપ્ત કરતે જાય છે. આ રીતે અમુક વર્ષ સુધી એકધારી પ્રવૃત્તિ કરતાં છેવટે એ “માસ્ટર ઓફ