________________
૧૧૫
નમસ્કારમંત્રને મહા ઉપકાર વર્ષની સખ્ત કેદની સજા થઈ હોય અને કેઈ તેમાં બે વર્ષને ઘટાડે કરી આપે તે તેને ઉપકાર માનવામાં આવે છે, ત્યારે આ તે લાખથી પણ અધિક વર્ષ પ્રમાણુ નરક ગતિનાં દુએ તથા સેંકડે-હજાર વર્ષ પ્રમાણ તિર્યંચ ગતિનાં દુખે નિવારવાની–ઘટાડી આપવાની વાત છે. તેને ઉપકાર તે આપણે કેઈ શબ્દોમાં માની જ ન શકીએ.
અહીં એટલી સ્પષ્ટતા કરવા ઈચ્છીએ છીએ કે નવલાખને જપ કરતાં નરકગતિનું નિવારણ થાય છે, એમાં તે કઈ શંકા જ નથી, પણ પ્રાણીઓના અંત સમયે જે આ મંત્રના અક્ષરે ડી વાર પણ કાન પર પડે છે, તે જે તેમની ગતિ સુધરી જાય છે. સમળી, ઘેડા, બળદ, સાપ વગેરેને છેલ્લી ઘડીએ નમસ્કારમંત્ર સંભળાવવાથી તેમની ગતિ સુધરી ગઈ એવા અનેક દાખલાઓ જૈન શાસ્ત્રમાં સેંધાયેલા છે.
આપણે મનુષ્યભવ પામ્યા, તેમાં પણ આ નમસ્કારમંત્રને જ મહા ઉપકાર કેમ ન હોય! સંભવ છે કે દુર્ગતિમાં રખડી રહેલા એવા આપણુ આત્માએ તેનું અમુક વાર
મરણ કર્યું હોય કે છેલ્લી ઘડીએ તેના અક્ષરે સાંભળી તેમાં ચિત્ત પરેવ્યું હેય.
હજી નમસ્કારને એક મોટો ઉપકાર વર્ણવવાને છે. અને તે એની મિથ્યાત્વનાશક શક્તિને. જૈન શામાં કહ્યું
किंच धनाण मणीभवणे सदाबहुमाणवट्टिनेहिल्लो। मिच्छत्ततिमिरहरणो वियरइ नवकार वरदीवो।