________________
૧૩
નમસ્કારમંત્રને મહા ઉપકાર થાય છે, ઉપકાર કરે છે એટલે જડ વસ્તુ આપણુ પર ઉપકાર ન કરી શકે એમ માનવું-મનાવવું ભૂલભરેલું છે.
જે મંત્રને જડ અક્ષરની રચના માની તેના ઉપકારીપણને નિષેધ કરીએ તે શાસ પણ જડ અક્ષરની રચના છે, તેને ઉપકારી શી રીતે માની શકીએ ? પણ દરેક સુજ્ઞ મનુષ્ય શાસ્ત્રને ઉપકારી કે મહા ઉપકારી માને છે, કારણું કે તેના વડે સમ્યગજ્ઞાન કે સદુધની પ્રાપ્તિ થાય છે. નમસકારમંત્રનું પણ તેમજ છે. તે અહિંસા, સંયમ, તપ તથા ગસાધનાને ઊંચામાં ઊંચે આધ્યાત્મિક આદર્શ આપણી સામે રજૂ કરે છે અને એ રીતે આપણા જીવનને ઉત્કર્ષ સાધવામાં ઘણું સહાય કરે છે. આ તેને જે તે ઉપકાર નથી !
અહીં પ્રસંગે પાત્ત મંત્રવિશારદોની એ માન્યતા પણ રજૂ કરી દઈએ કે
गुरौ मनुष्यबुद्धिं च, मन्त्रे चाक्षरवाचिताम् । प्रतिमासु शिलाबुद्धिं, कुर्वाणो नरकं व्रजेत् ॥
ગુરુને સામાન્ય માનનારે, મંત્રમાં અક્ષરબુદ્ધિ ધારણ કરનારે તથા દેવપ્રતિમામાં પથ્થરની બુદ્ધિ કરનારે નરકમાં જાય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે ગુરુને સામાન્ય કેટિના ન માનતાં દેવસ્વરૂપ માનવા જોઈએ અને તેમના પ્રત્યે એ જ વ્યવહાર રાખવું જોઈએ. જે ગુરુને સામાન્ય માની ન સિ–૮