________________
[૧૨]
નમસ્કારમંત્રનો મહા ઉપકાર
પૃથ્વી આપણા પર ઉપકાર કરે છે. તે આધાર ન આપે તે આપણે આ જગતમાં રહી શકીએ નહિ. જલ આપણા પર ઉપકાર કરે છે. તેના વિના આપણું જીવન ટકી શકે નહિ. વાયુ આપણુ પર ઉપકાર કરે છે. તેના વિના શ્વાસોચ્છવાસની ક્રિયા સંભવી શકે નહિ. અગ્નિ એટલે ઉમા કે ગરમી. તે આપણા જીવન પર ઉપકાર કરે છે. તેની સહાય ન હોય તે ખાધેલું પચે નહિ કે શરીર સારી અવસ્થામાં રહી શકે નહિ. આ રીતે બીજી પણ કેટલીક વસ્તુઓ આપણા પર ઉપકાર કરે છે અને તેથી જ આપણું જીવન શકય બને છે. પણ આ બધા સામાન્ય કેટિના ઉપકારે છે. સામાન્ય કેટિના એટલા માટે કે નમસ્કારમંત્ર આપણા પર જે ઉપકાર કરે છે, તેની તુલનામાં એ ઊભા રહી શકે તેમ નથી. અન્ય શબ્દોમાં કહીએ તે આપણું પર નમસ્કારમંત્રને ઉપકાર સહુથી મટે છે. મહાન છે, તેથી જ તેને મહા ઉપકારી ગણવામાં આવે છે.