________________
૧૨૪
નમસ્કારમંત્રસિદ્ધિ તેને આપણું જીવન સાથે કઈ સંબંધ ન જેડીએ તે આપણા જેવા મૂર્ખ કેશુ? ડાહ્યો અથવા પંડિત તે તે જ ગણાય કે જે ક્રિયાશીલ છે, જાણેલું અમલમાં મૂકે છે. તે અંગે શાસ્ત્રકાર મહર્ષિઓનાં વચને સાંભળવા જેવાં છે;
अधीत्य शास्त्राणि भवन्ति मूर्खा,
यस्तु क्रियावान् पुरुषः स विद्वान् । संचिन्त्यतामौषधमातुरं हि
न ज्ञानमात्रेण करोत्यरोगम् ॥ મનુષ્ય વિવિધ શા ભણવા છતાં મૂર્ખ રહે છે, કારણ કે તેઓ જાણેલું અમલમાં મૂક્તા નથી. જે પુરુષ ક્રિચાવાન-ક્રિયાશીલ હોય તેને જ વિદ્વાન કહેવાય. ઔષધનું સારી રીતે ચિંતન કરનાર રેગીને ઔષધના જ્ઞાનમાત્રથી આરોગ્યની પ્રાપ્તિ થતી નથી. તાત્પર્ય કે તેને તેવું ઔષધ પ્રાપ્ત કરવું પડે છે તથા તેનું યથાવિધિ સેવન કરવું પડે છે, તે જ તેને આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
માથું મેટું થાય અને હાથ–પગ દૂબળા પડે તે શરીર કઢંગુ બને છે, તેમજ જ્ઞાન વધે અને ક્રિયામાં શિથિલતા આવે તે આત્માની સ્થિતિ કઢંગી થાય છે. એટલે કે તે પિતાને વિકાસ સાધી શકતો નથી અને પરિણામે ઉચ્ચ કેટિને આનંદ કે ઉચ્ચ કોટિનું સુખ મેળવી શક્તા નથી. જ્ઞાની પુરુષએ “નાિિરચë મોણો એવું સૂત્ર ઉચાર્યું, તેને આશય એ છે કે મનુષ્ય જાણેલું અમલમાં મૂકે અને એ રીતે તેઓ ક્રિયાશીલ બનીને મેક્ષના અધિકારી થાય.