________________
[ ૧૪ ] સાધના કયાં કરવી ?
મંત્રસાધનામાં સ્થાન પણ એક મહત્વની વસ્તુ છે. જે સ્થાન અનુકૂળ હોય તે સાધનામાં સહાય મળે છે અને - સિદ્ધિ સત્વર થાય છે, અન્યથા સાધનામાં વિક્ષેપ પડે છે અને સિદ્ધિ દૂર ઠેલાય છે. તેથી મંત્રસાધના ક્યાં કરવી? તે બરાબર જાણી લેવું જોઈએ.
મંત્રવિશારદોના અભિપ્રાયથી જ્યાં તીર્થકર ભગવાનનાં ચિવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ એ પાંચ કલ્યાણકોમાંથી એક કે વધુ કલ્યાણક થયાં હોય અથવા જ્યાં તેમણે વધારે સ્થિરતા કરેલી હોય કે જ્યાં તેમના જીવનની કેઈ મેટી ઘટના બનેલી હોય, તે સ્થાન ખાસ પસંદ કરવા
ગ્ય છે, કારણ કે ત્યાંના વાતાવરણ પર એ પરમ પુરુષને વિશિષ્ટ પ્રભાવ પડેલે હોય છે અને તેમની સ્મૃતિ મંત્રસાધના માટે પ્રેરણાને અવિરત સ્રોત બની રહે છે.
આજે તીર્થકરોની કલ્યાણકભૂમિએમાં મોટા ભાગે મંદિર તથા ધર્મશાળા બંધાયેલા છે તથા ત્યાં પ્રાયઃ ભેજન– શાળાની વ્યવસ્થા પણ છે, એટલે ત્યાં મંત્રસાધના માટે ૪૫ થી ૯૦ દિવસ કે આવશ્યક્તા અનુસાર થોડા વધારે દિવસે સુધી રહેવું હોય તે રહી શકાય છે. સાથે પિતાના ખાસ માણસે કે ઉત્તરસાધક હેય તે ભેજનઆદિની સ્વતંત્ર વ્યવસ્થા પણ કરી શકાય છે. પાઠકેની જાણ માટે ચોવીશ જિનની કલ્યાણકભૂમિઓનો કે અહીં આપવામાં આવ્યું છેઃ