________________
| સાધનાની આવશ્યકતા
૧૯ વિજ્ઞાનના ક્ષેત્રમાં આજે જે ભવ્ય સિદ્ધિઓનાં દર્શન થાય છે, તે અનેક વૈજ્ઞાનિકોની જહેમતભરી સાધનાનું પરિણામ છે. તેની એક એક સિદ્ધિને ઈતિહાસ વાંચીએ તે આપણુ મુખમાંથી સહસા ઉદ્દગાર નીકળી પડશે કે આ તે કેવી ભવ્ય સાધના!” વધારે દૂર જવું ન હોય તે હાલ ચંદ્રમાં પહોંચવા માટે વૈજ્ઞાનિકો તરફથી જે તૈયારીઓ ચાલી રહી છે, જે સાધના થઈ રહી છે, તે પર નજર નાખે.
આજથી પચાસ વર્ષ પહેલાં ચંદ્ર પર પહોંચવાની વાતને લેકે શેખચલ્લીને તર્ક કહેતા. ઘણા બુદ્ધિમાન લેકે તેને ઉપહાસ કરતા. પરંતુ વૈજ્ઞાનિકેએ પિતાની સાધનાના બળે શેખચલ્લીના એ તને શક્યતાની ભૂમિ પર મૂકી દીધું અને આજે તે એ સિદ્ધિની ઘણી સમીપે પોંચી ગમે છે. તેઓ ત્યાં કયારે પહોંચશે અને તેનું શું પરિણામ આવશે, એ વાત બાજુએ રાખે, પણ તેઓ સાધ્યની સિદ્ધિ માટે કે પુરુષાર્થ કરે છે અને તે માટે કેટલે ભેગ આપે છે, તેને વિચાર કરે.
ચિત્રકાર, સ્થપતિ, સંગીતજ્ઞ વગેરેની વિશિષ્ટ સિદ્ધિઓ જોઈને આપણે ઘણી વાર આશ્ચર્યચક્તિ થઈએ છીએ, પણ આ સિદ્ધિઓ એકાએક કે અકસ્માત પ્રાપ્ત થયેલી હતી નથી. તેની પાછળ ઘણી મોટી સાધના હોય છે, વર્ષોને અખંડ પુરુષાર્થ હોય છે.
ધાર્મિક તથા આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ આ જ પરિસ્થિતિ છે. તેમાં જે કંઈ પ્રગતિ થાય છે. વિકાસ સધાય છે અથવા