________________
૧૨
નમસ્કારમંત્રસિદ્ધિ તે સિદ્ધિનાં દર્શન થાય છે, તે વિશિષ્ટ પ્રકારની સાધનાને આભારી છે. સાધના ન હોય તે પ્રગતિ થાય નહિ, વિકાસ સધાય નહિ કે સિદ્ધિનાં દર્શન થાય નહિ. સિદ્ધિ એ સાધનાનું જ પરિણામ છે, તેથી સાધના વિના સિદ્ધિની કલ્પના કરવી અત્યંત મુશ્કેલ છે. જે શરીર વિના મનુષ્ય, હાથી કે સિહની કલ્પના થઈ શકે, તે જ સાધના વિના સિદ્ધિની કલ્પના થઈ શકે.
સુજ્ઞ પાઠકે એટલું યાદ રાખે કે સિદ્ધિ વડે ચમત્કાર સઈ શકાય છે, પણ ચમત્કાર વડે સિદ્ધિ સજી શકાતી નથી. તે માટે તે એક યા બીજા પ્રકારની સાધનાને આશ્રય લે જ પડે છે. શ્રમણ ભગવાન મહાવીરને કેવલજ્ઞાનની સિદ્ધિ કરવી હતી તે તેમણે કેવી સાધના કરી, તે જુઓ! સાડા બાર વર્ષની તેમની સાધનાને વૃત્તાંત સાંભળતાં આપણું રોમાંચ ખડાં થઈ જાય છે.
એક વાર કે ગોવાળ તેમને રાશ એટલે સૂતરના જાડા દોરડાથી મારવા તૈયાર થયે, ત્યારે ઇંદ્રે પ્રકટ થઈને કહ્યું કે “હે ભગવન્! આપને સાધનાકાલ દરમિયાન ઘણા ઉપસર્ગો થવાના છે, માટે અનુજ્ઞા આપે તે હું આપની સાથે રહું અને એ ઉપસર્ગોનું નિવારણ કરું? ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું : “હે ઈદ્રતીર્થકરે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે, તે પિતાના પુરુષાર્થથી જ કરે છે, કેઈ દેવેની સહાયથી નહિ. માટે તું તારા રસ્તે સીધાવ અને મને મારી સાધના કરવા દે.” આ શબ્દો શું સૂચવે છે?