________________
૧૧૨
નમસ્કારમંત્રસિદ્ધિ અહીં કોઈ એમ કહેતું હોય કે નમસ્કારમંત્ર તે જડ અક્ષરની રચના છે, તે આપણા પર ઉપકાર શી રીતે કરી શકે? તે એમ કહેવું ઉચિત નથી. જડ વસ્તુ પણ આપણા પર ઉપકાર કરી શકે છે. દાખલા તરીકે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પગલાસ્તિકાય એ ચારે દ્ર જડ છે, છતાં આપણા જીવન પર કેટલે ઉપકાર કરે છે? ધર્મસ્તિકાય ન હોય તે આપણે કોઈ જાતની ગતિ કે હલનચલન કરી શકીએ નહિ. અરે! હાથ ઊંચે કરે છે તે પણ કરી શકીએ નહિ. તે કાકાશમાં સર્વત્ર વ્યાપ્ત છે, તેથી જ આપણે તેના આધારે હાથને ઊંચ-નીચે કરી. શકીએ છીએ.
અધમસ્તિકાય ન હોય તે આપણે એક સ્થળે સ્થિર બેસી શકીએ નહિ. એક સ્થળે સ્થિર રહેવામાં અધર્માસ્તિકાયને ઉપકાર છે. એ જ રીતે આકાશાસ્તિકાય ન હોય તે આપણને રહેવાને અવકાશ કેણ આપે ? આપણુને રહેવા માટે જગા જોઈએ, સ્થાન જોઈએ, અવકાશ (Space) જોઈએ. તે આકાશ પૂરા પાડે છે, તેથી જ આપણે તેની અંદર રહી શકીએ છીએ. એજ રીતે પુદ્ગલથી આપણું શરીર, ઈન્દ્રિય તથા મન વગેરેની રચના થાય છે અને તેના લીધે. આપણે જીવનવ્યવહાર શકય બને છે. વળી આપણે જે ઘરમાં રહીએ છીએ કે જે ફનીચર વગેરેને ઉપયોગ કરીએ છીએ. કે મોટર વગેરે વાહનમાં ફરીએ છીએ, તે બધાં જડ હેવા છતાં આપણું જીવન નિભાવવામાં–પસાર કરવામાં ઉપયોગી