________________
૨૦૮
નમસકારમંત્રસિદ્ધિ અહીં લેશજાલથી આત્માને કલેશ ઉપજાવે તેવાં સર્વ પ્રકારનાં કષ્ટ, તેવી સર્વ પ્રકારની ચિંતાઓ તથા તેને કારણભૂત એવો કર્નસમૂહ સમજવાનું છે.
અન્ય ક્ષેત્રમાં કઈને કઈદેવ તેને અધિષ્ઠાયક હોય છે અને તે વશ થાય કે પ્રસન્ન થાય તે જ એ મંત્ર સિદ્ધ થયે ગણાય છે, તાત્પર્ય કે ત્યાર પછી જ તે પોતાનું ફ્લ આપે છે. પરંતુ એ દેને વશ કરવાનું કે પ્રસન્ન કરવાનું કામ સહેલું હેતું નથી. અનેક પ્રકારના અટપટા ઉપાયે કામે લગાડ્યા પછી કે કઠિન અનુષ્ઠાને કર્યા પછી જ તેમાં સફલતા મળે છે. તેમાં ભયસ્થાને પણ ઘણાં રહેલાં છે. કંઈ ફેર થયે કે આડું પડ્યું તે સાધક પિતાને પ્રાણ ગુમાવે છે, અથવા અન્ય કષ્ટ ભોગવે છે, અથવા ચિત્તભ્રમ આદિને ભોગ બનીને ખૂવાર થાય છે, પરંતુ નમસ્કારમંત્રને કઈ એક અધિષ્ઠાયક દેવ નથી. વધારે સ્પષ્ટ કહીએ તે તેને અધિષ્ઠાયક દેવ થઈ શકે એમ નથી. સમ્યકત્વધારી અનેક દેવે તેના સેવક થઈને રહેલા છે અને તે અનન્ય ભાવે આરાધન કરનારના સર્વ મનોરથ પૂરા કરે છે. આને નમસ્કારમંત્રની ચેથી વિશેષતા સમજવી જોઈએ.
લેટેત્તર વસ્તુઓનું આકર્ષણ કરવું, એ નમરકાર‘મંત્રની પાંચમી વિશેષતા છે. તે અંગે કહ્યું છે કે
आकृष्टिं सुरसम्पदा विदधति मुक्तिश्रियो वश्यतामुच्चाटं विपदां चतुर्गति भुवां विद्वेषमात्मैनसाम् ।