________________
નમસ્કારમંત્રને અર્થબોધ
છે અને સર્વ સાવધગના પ્રત્યાખ્યાન રૂપ થાવાજજીવ સામાચિને અંગીકાર કરી પંચમહાવ્રત ધારણ કરવાપૂર્વક સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક ચારિત્રરૂપી રત્નત્રયીની આરાધના કરવામાં ઉમાળ બને છે, ત્યારે તેને સાધુપદ પ્રાપ્ત થાય છે. એટલે “નમો સ્રોણ સત્રતાZM એ પદને વિશેષાર્થ એમ સમજવું ઘટે કે “સમસ્ત મનુષ્યલેકમાં રહેલા પંચમહાવતના ધારક, રત્નત્રયીના આરાધક તથા શાંત, દાંત, વિરાગી, ત્યાગી એવા સાધુ ભગવતેને મારે નમસ્કાર છે.”
હવે ચૂલિકાને વિશેષાર્થ વિચારીએ. “ક વરજમુ ”—આ પંચનમસ્કાર શક્તિ કે સામર્થ્યમાં કેવું છે? તે કહે છે કે “ વિષપાતળો-સર્વ પાપને સંપૂર્ણ નાશ કરનાર છે. આ આત્માએ નજીક તેમજ દૂરના ભૂતકાળમાં વિપરીત શ્રદ્ધા, અસંયમ, પ્રમાદ, કષાય વગેરે કારણે અનેક પ્રકારનાં પાપ કરેલાં છે અને તેનું જ એ. પરિણામ છે કે વર્તમાન ભવમાં તેને અનેક પ્રકારની આધિ, વ્યાધિ તથા ઉપાધિ ભેગવવી પડે છે. આમ છતાં પૂર્વની આદતને લીધે તે હિસાદિ અનેક પ્રકારનાં પાપ કર્યા કરે છે અને ભાવિ દુઓને આમંત્રણ આપે છે. ખરેખર! સ્થિતિ ઘણી વિચિત્ર છે, પણ અજ્ઞાનને લીધે તે સમજવામાં આવતી નથી. જે પાપને પરિહાર થાય–સંપૂર્ણ નાશ થાય, તેજ પવિત્રતા પ્રકટી શકે અને આધ્યાત્મિક ઉન્નતિના મંડાણ થાય, પણ પાપને પરિહાર થાય શી રીતે ?