________________
નમસ્કારમંત્રનો ચિંતનીય વિષય
આચાર્ય ભગવંતના છત્રીશ ગુણે
આચાર્યના છત્રીશ ગુણેની ગણના જુદા જુદા અનેક પ્રકારે થાય છે. તેને સંગ્રહ “સંબોધપ્રકરણમાં થયેલા છે.
અહીં તે ગુણે નીચે પ્રમાણે ચિંતવવા :(૧) સ્પર્શેન્દ્રિયને જય કરે. (૨) રસનેન્દ્રિયને જ્ય કરે. (૩) ધ્રાણેન્દ્રિયને જ્ય કરે. (૪) ચક્ષુરિન્દ્રિયને જ્ય કર. (૫) તેન્દ્રિયને જ્ય કરે.
પાંચ ઈન્દ્રિયેના કુલ ૨૩ વિષયે ગણાય છે, તે ૨૩
વિષય જિતવા. (૬) સ્ત્રી, પશુ અને નપુંસકના વાસથી રહિત એવા એકાંત
વિશુદ્ધ સ્થાનમાં વાસ કરે. આને બ્રહ્મચર્યની પહેલી વાડ કહેવામાં આવે છે, કારણ કે તે બ્રહ્મચર્યનું રક્ષણ કરવામાં ઉપગી છે. ૭ થી ૧૪ સુધીના ગુણેને પણ
અનુક્રમે બ્રહ્મચર્યની વાડે સમજવી. (૭) કથાને પરિહાર કરે. (૮) જે પાટ, પાટલા, શયન, આસન વગેરે પર સ્ત્રી બેઠેલી
હોય, તે બે ઘડી સુધી વાપરવા નહિ. (૯) રાગથી વશ થઈને સીએનાં અંગોપાંગ જેવા પ્રયત્ન
કરે નહિ. (૧૦) ભીંતના આંતરે સ્ત્રી-પુરુષનું યુગલ રહેલું હોય, તેવા
સ્થાનને ત્યાગ કરે.