________________
[૧૧] નમસ્કારમંત્રની નવ વિશેષતાઓ
નમસ્કારમંત્રને અદ્ભુત મહિમા જાયે, તેનાં અચિંત્ય પ્રભાવથી પરિચિત થયા, તેના અક્ષરસ્વરૂપ તથા અર્થને બંધ કર્યો, તેમજ તેના ચિનીચ વિષય તરીકે પંચપરમેષ્ઠીના ૧૦૮ ગુણની પ્રમાણભૂત માહિતી મેળવી. હવે તેની વિશેષતાથી વાકેફ થઈએ, એટલે આપણે આરસેલી જ્ઞાનયાત્રા આગળ વધશે.
“ઢમં નાળ તો લુણા–પ્રથમ જ્ઞાન અને પછી ક્રિયા એ ધોરણે અહીં જ્ઞાનયાત્રા પહેલી રાખી છે. આ યાત્રા સફલ થતાં જ કિયાની સાચી સમજ આવશે અને તે અંગે આપણે ઉત્સાહ વૃદ્ધિ પામશે. વાસ્તવમાં કોઈ પણ વસ્તુનું જરૂરી જ્ઞાન મેળવ્યા વિના તે અંગે સાધક-આધકઈ પ્રવૃત્તિ યથાર્થ સ્વરૂપે થઈ શકતી નથી, એટલે પહેલી દષ્ટિ જ્ઞાન ભણી જ દેડાવવી પડે છે, પહેલું સ્થાન શાનયાત્રાને જ આપવું પડે છે.
એક વસ્તુ બીજી વસ્તુથી જે ગુણને લીધે જુદી પડે