________________
નમસ્કારમંત્રસિદ્ધિ સર્વ રોગો તથા આપત્તિઓની પીડાઓને અભાવ
હોય છે. (૪) અનતચારિત્ર-મેહનીય કર્મને સર્વથા ક્ષય
થવાથી ક્ષાયિક સમ્યકત્વ તથા યથાચારિત્ર ગુણ પ્રકટ થાય છે. તેના લીધે અનંત સિદ્ધિરૂપ સ્વભાવદશાને
સ્વાદ અનુભવી શકાય છે. . (૫) અક્ષયરિથતિ -આયુષ્યકર્મને સર્વથા ક્ષય થવાથી
આ ગુણ પ્રકટે છે. તેના લીધે જન્મ, જરા અને મૃત્યુને અભાવ થાય છે, અર્થાત્ અજરામર અવસ્થાની
પ્રાપ્તિ થાય છે. - (૨) અરૂપિત્ર નામકર્મને સર્વથા ક્ષય થવાથી આ
ગુણું પ્રકટે છે. તેનાથી રૂપ, રસ, ગંધ, સ્પર્શ તથા શબ્દને સર્વકાલીન વિરોગ થાય છે. તેને જ નિરંજન
નિરાકાર અવસ્થા કહેવામાં આવે છે. (૭) અગુરુલઘુપણું-શેત્રકર્મને સર્વથા ક્ષય થવાથી
આ ગુણ પ્રકટે છે. તેનાથી ઉચ્ચ-નીચ આદિના વ્યવ
હારથી રહિત અવસ્થા પ્રાપ્ત થાય છે. (૮) અનંતવીર્ય અંતરાયકર્મને સર્વથા ક્ષય થવાથી
આ ગુણ પ્રકટે છે. તેનાથી આત્માની અનંત શક્તિને પ્રકાશ થાય છે તથા અનાદિકલીન દીનતા ચાલી જતાં સચ્ચિદાનંદ અવસ્થા અનુભવાય છે.*
૪ કર્મનું વિશેષ સ્વરૂપ જાણવા માટે “નવતત્વદીપિકાનું કર્મવાદ” નામનું પાંચમું પ્રકરણ વાંચવું, તેમ જ બાકીના ગ્રંથનું પણ અવલોકન કરવું. તે માટે છ કર્મગ્રંથ પણ ઘણું ઉપયોગી છે.