________________
GS •
નમસ્કારમંત્રનો અર્થ બેધ કર્યો હોય, તે એ તુંબડું પાણીના તળિયે બેસી જાય છે. હવે પાણીના ઘર્ષણથી તેની માટી પલળતી જાય અને કપડાને આંટો ઉકેલા જાય તે એક પછી એક તેના પરનાં બધાં બંધને ઓછાં થઈ જાય ત્યારે કપડાં અને માટીમાંથી એ તુંબડું સંપૂર્ણ મુક્ત થાય છે અને તેથી સીધું ઊર્ધ્વ ગતિ કરીને પાણીના મથાળે પહોંચી જાય છે.
સિદ્ધ પરમાત્માને દારિક આદિ પાંચ પ્રકારનાં શરીરે પૈકી કઈ પ્રકારનું શરીર હોતું નથી, એટલે તેઓ નિરંજન નિરાકર હોય છે.
આ રીતે “Rો સિદ્ધાળ” પદને વિશેષાર્થ એ છે કે - “અજરામર અવસ્થાને પામેલા, શાશ્વત તથા અવ્યાબાધ સુખને સદાકાલ અનુભવ કરી રહેલા, નિરંજન-નિરાકાર, સિદ્ધશિલાસ્થિત સિદ્ધ પરમાત્માઓને મારે નમસ્કાર છે.”
આરિચા–આચાર્ય ભગવતેને. જે તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલે પાંચ પ્રકારને આચાર પાળે અને. બીજા પાસે પળાવે, તે આચાર્ય કહેવાય. તેઓ ગચ્છના વડા હોય છે અને સાધુસમુદાયને સારણ, વારણ, ચાયણ તથા પડિચાયણુ વડે સંયમમાર્ગમાં પ્રવર્તાવે છે, તેમજ તીર્થકર પરમાત્માની ગેરહાજરીમાં તેમના પ્રતિનિધિનું કાર્ય બજાવે છે, એટલે કે શાસનનું સંચાલન કરે છે અને તેની સામે કઈ વિકટ પ્રશ્ન ઊભું થાય તે સર્વ ભેગે તેનું રક્ષણ કરે છે. આથી “રમો આયરિયા' પદને વિશેષાર્થ એમ સમજવાને કે “તીર્થંકર પરમાત્માના પ્રતિનિધિ, જિનશાસનના