________________
નમસ્કારમંત્રસિદ્ધિ
ત્રિલેક વડે પૂજાયેલા સર્વજ્ઞ અને સર્વદશી એવા સર્વકાલના સર્વ ક્ષેત્રના તીર્થંકર પરમાત્માઓને મારે નમસ્કાર હે.
સિદ્ધા–સિદ્ધ ભગવંતેને. જે આત્માએ સર્વ ને સર્વથા તરી ગયેલા હેય, જન્મ, જરા તથા મરણના બંધનમાંથી છૂટા થયેલા હેય અને શાશ્વત તથા અવ્યાબાધ - સુખને અનુભવ કરતા હોય, તે સિદ્ધ કહેવાય છે. આવી સ્થિતિ જ્ઞાનાવરણીય આદિ આઠેય કર્મોને સંપૂર્ણ નાશ થવાથી ઉત્પન્ન થાય છે, એટલે કર્મ રહિત શુદ્ધ આત્મા તે સિદ્ધ પરમાત્મા, એ અર્થ પણ સુસંગત છે.
સિદ્ધ થયેલા આત્માઓ લેકના અગ્રભાગે આવેલી સિદ્ધશિલાના ઉપરના ભાગમાં રહે છે. ત્યાંથી આગળ ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય નામનાં દ્રવ્ય નથી, એટલે કે માત્ર એક જ છે, તેથી ત્યાં તેમની ગતિ સંભવતી નથી.
સિદ્ધ થવાની એગ્યતા માત્ર મનુષ્યભવમાં જ છે, એટલે મનુષ્યદેહ છૂટી ગયા પછી આત્મા આ સ્થળે કેવી રીતે પહોંચી જાય છે, તે જાણવું જરૂરી છે. આત્માની સ્વાભાવિક ગતિ ઊર્ધ્વ છે, જેથી જ્યારે તેને કેઈપણ પ્રકારનું કર્મબંધન ન હોય ત્યારે તે સીધી ઊર્ધ્વ રેખા પ્રમાણે જ ગતિ કરે છે, એટલે જે સ્થળેથી તે છેલ્લે દેહ છોડે છે, તેના જ અગ્રભાગે સિદ્ધશિલા ઉપર સ્થિર થાય છે. આ ક્રિયાને પાણીમાં રહેલા તુંબડાં સાથે સરખાવવામાં આવે છે. જેમ કેઈ તુંબડા પર કપડું વીંટાળી તેના પર માટીને લેપ કર્યો હેય, એ રીતે વારંવાર કપડું વીંટાળ્યું હોય તથા માટીને લેપ