________________
૭પ૦
નમસ્કારમંત્રને અર્થબોધ અર્હત્ એટલે વંદનને ગ્ય, પૂજનને એગ્ય કે સિદ્ધિગમનને
ગ્ય. શ્રી તીર્થંકર પરમાત્મા સુર, અસુર અને મનુષ્યના સમૂહ તથા સ્વામીઓ વડે વંદાય છે, પૂજાય છે તથા છેવટે સિદ્ધિગમન કરે છે, તેથી તેમને અહંત કહેવામાં આવે છે..
અરિહંત' શબ્દના અરિ અને હંત એવા બે ભાગ કરીએ. તે જેએ રાગ અને દ્વેષરૂપી અરિને હણનારા છે, તે અરિહંત, એ અર્થ નિષ્પન્ન થાય છે. “અહંત” શબ્દના અ અને. હંત એવા બે ભાગ કરીએ તે જેને આ જગતમાં ફરીને. ઉગવાનું–અવતરવાનું નથી, તે અહંત, એ અર્થ સાંપડે છે.
તીર્થંકર પરમાત્માને જિન, જિનેશ, જિનચંદ્ર, જિનેશ્વર, સર્વજ્ઞ, સર્વદશ, ધર્મનાયક, ધર્મચકવર્તી આદિ નામથી ઓળખવામાં આવે છે, એટલે આ બધા શબ્દોનેઅહંતુ શબ્દના પર્યાય જ સમજવા
તીર્થંકર પરમાત્માએ ભૂતકાલમાં જુદાં જુદાં ક્ષેત્રોમાં થયા હતા, આજે મહાવિદેહ ક્ષેત્ર આદિમાં વિદ્યમાન છે અને ભવિષ્યમાં પણ જુદાં જુદાં ક્ષેત્રમાં થનારા છે.
ટૂંકમાં “નમો અરિહંત' પદને વિશેષાર્થ એ છે કે
જિનદેવને સામાન્ય તથા વિશેષ પરિચય, ચોવીશ જિનના માતા-પિતાદિને કઠો, વીશ જિનની કલ્યાણકભૂમિઓને કોઠા, ચોવીશ જિનની કલ્યાણતિથિઓને કઠે તથા જિનદેવના કેટલાક વિશેષણનું વર્ણન અમેએ “જિનપાસના ગ્રથના પ્રથમ ખડમાં કરેલું છે, તે જિજ્ઞાસુઓએ અવશ્ય જેવું.