________________
૮૮
નમસકારમંત્રસિદ્ધિ
જોડે વાર્તાલાપ કરવાને પ્રસંગ આવ્યા અને તેમાં અષ્ટપ્રાતિહાર્ય અંગે વાત નીકળી. તે વખતે અમે અમારી સ્વાભાવિક કુતૂહલવૃત્તિથી પૂછયું કે “શાસ્ત્રીજી! તમને આમાં કંઈ રહસ્ય જણાય છે કે?” ત્યારે તેમણે કહ્યું કે “જરૂર. આ અષ્ટમહાપ્રાતિહાર્યને વિષય જ રહસ્યમય છે. મેં તેના પર વર્ષો સુધી વિચાર કરેલ છે અને આ ભુવલય ગ્રંથમાંથી તે અંગે કેટલીક મહત્ત્વની માહિતી મળી છે.'
આ સમાચાર ભૂખ્યાને ભેજન જેવા હતા એટલે અમને તેમાં ખૂબ રસ પડયો અને વાર્તાલાપ આગળ લંબાવ્યું. તેમાં તેમણે કહ્યું કે “અશકવૃક્ષ નામના મહાપ્રાતિહાર્યમાં પુષ્પ–આયુર્વેદની ઘણીખરી બાબતે દર્શાવવામાં આવી છે. અને વિવિધ પુપોના રસસાજનથી થતી સુવર્ણ સિદ્ધિ વગેરેનું વર્ણન છે?
અમે કહ્યું : “પુષ્પ–આયુર્વેદનું નામ અમારા માટે નવું છે. એ વળી શી વસ્તુ છે?” તેમણે કહ્યું: “એ આયુર્વેદને જ એક વિભાગ છે અને તેમાં વિવિધ પ્રકારનાં પુષ્પોના રસ વડે રે કેમ મટાડવા? તેને વિધિ દર્શાવેલ છે.”
અમે કહ્યું: ‘વારુ, આ ચામર મહાપ્રાતિહાર્યમાં શું રહસ્ય છે?” તેમણે કહ્યું : “એમાં લિપિને લગતાં અનેક રહસ્ય છે.”
આ રીતે તેમણે તેમના મંતવ્ય કહ્યાં. તે પરથી એટલે ખ્યાલ તે આ જ કે આ વરતુમાં ઊંડા ઉતરવા જેવું છે અને કેઈ આચાર્ય મહાપ્રાતિહાર્યોને વિચાર આ દષ્ટિએ.