________________
નમસ્કારમંત્રને ચિંતનીય વિષય
૯
કરેલ હોય તે તે સાહિત્ય કઈ પણ ભેગે મેળવી લેવું જોઈએ. પરંતુ આવું સાહિત્ય હજી સુધી અમને મળ્યું નથી. કિંઈ સુજ્ઞના જેવા-જાણવામાં આવે તે અમને તેનાથી જરૂર પરિચિત કરે.
- શ્રી હેમચંદ્રાચાર્ય “વીતરાગસ્તેત્રમાં આ મહાપ્રાતિહાર્યોનું સુંદર વર્ણન કરેલું છે અને વર્તમાન કાલે આચાર્ય શ્રીમદ્ વિજયધર્મધુરન્ધરસૂરિજી મહારાજે તેના પર સુંદર કાવ્યરચનાએ કરેલી છે.
ઉપર મૂલ અતિશયના વર્ણનપ્રસંગે અરિહંત દેવના ૩૪ અતિશને ઉલ્લેખ થયેલે છે, તેનું સ્વરૂપ શ્રી હેમચંદ્રાચાર્યે “અભિધાનચિંતામણિકોષમાં વર્ણવેલું છે. તેને સાર એ છે કે'(૧) અરિહંત ભગવતેને દેહ અદ્દભુત રૂપ અને સુગંધ
વાળ હોય છેતેમાં કોઈ પ્રકારને રેગ હેતે નથી.
વળી તે પરસેવા અને મેલથી રહિત હોય છે. (૨) તેમને શ્વાસે રવાસ કમળના જે સુગધી હોય છે. (૩) તેમના શરીરમાં રહેલા રુધિર અને માંસ દૂધ જેવા
શ્વેત તથા દુર્ગધ વિનાના હોય છે. (૪) તેમની આહાર અને નિહાર (મળત્યાગ)ની ક્રિયા ચર્મ,
ચક્ષુઓ વડે જોઈ શકાતી નથી, એટલે કે આપણા જેવા
સામાન્ય મનુષ્ય તેને જોઈ શકતા નથી. : આ ચાર અતિશયે જન્મથી હોય છે.