________________
[૯] નમસ્કારમંત્રનો અર્થ બાધ
કેટલાક એમ માને છે કે મંત્રને અર્થ જાણવાની જરૂર નહિ, માત્ર શ્રદ્ધાથી તેનું સ્મરણ ક્યાં કરીએ, એટલે તેનું જે કુલ મળવાનું હોય તે મળી જાય. આથી તેઓ મંત્રને અર્થ જાણવા માટે પ્રયત્ન કે પ્રયાસ કરતા નથી, પરંતુ મંત્રવિશારદોએ મંત્રના સ્મરણ કે જપ સાથે તેની અર્થભાવના કરવાનું પણ જણાવેલું છે, તે મંત્રને અર્થ જાણ્યા વિના કેવી રીતે બની શકે?
વળી નમસ્કારમંત્ર તે જૈનધર્મને મૂળ પાયે છે, નિગ્રંથ મહર્ષિઓએ પ્રધેલા અધ્યાત્મવાદની મુખ્ય જડ છે અને નિવણસાધક ગનું પરમ બીજ છે, એટલે તેને અર્થબોધ તે અવશ્ય કરી લેવું જ જોઈએ. અર્થથી શબ્દને અભિધેય વિષય જાણી શકાય છે, તેના ભાવને પરિચય થાય છે તથા તેના રહસ્ય સુધી પહોંચી શકાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે અર્થ એ જ્ઞાનને પ્રકાશ છે, ભાવમંદિરમાં પ્રવેશ કરવાનું મંગલકાર છે તથા આનંદરૂપી અનુપમ સરિતામાં