________________
૬૮
નમસ્કાર મંત્રસિદ્ધિ અને તેનાં પદોની જ્યાં જેટલી જરૂર, ત્યાં તેટલા પ્રમાણમાં ઉપયોગ થયેલ છે.
ફોર પાઠ ઠીક કે ? કેઈક કહે છે કે નમસ્કારમમાં યુવ૬ પાઠ છે, ત્યાં છંદશાસ્ત્રની દષ્ટિએ હો પાઠ હવે જોઈએ અને એ રીતે નમસ્કારમંત્રને ૬૮ અક્ષરને બદલે ૬૭ અક્ષરને માન જોઈએ. પરંતુ આ કથનને સ્વીકાર થઈ શકે એવું નથી.
જ્યારે શ્રીમહાનિશીથસૂત્રમાં રુવ પાઠને સ્પષ્ટ સ્વીકાર થયેલે છે અને અન્ય શાસ્ત્ર તથા પરંપરાને પણ તેને ટેકેદ છે, ત્યારે તેમાં કંઈ પણ ફેરફાર કર ઉચિત નથી.
નમસ્કારપંજિકામાં કહ્યું છે કેपंचपयाण पणतीस वण्ण चूलाइवण्ण तेत्तीस । . एवं इमो समप्पति फुडमक्खर अहसडीए॥
“પાંચ પદના પાંત્રીશ વર્ણ અને ચૂલા-ચૂલિકાના તેત્રીશ વર્ણ, એમ આ નમસ્કારમંત્ર સ્પષ્ટ અડસઠ અક્ષર સમર્પે છે
પંચ નમુક્કાફેલઘુત્તમાં કહ્યું છે કેसत्त पण सत्त सत्त य नवक्खरपमाणपयर्ड पंचपयं । अक्खर तित्तिसवरचूलं सुमरह नवकारवरमंतं ॥
“સાત, પાંચ, સાત, સાત અને નવ અક્ષરપ્રમાણ છે પ્રકટ પાંચ પદો જેનાં, તથા તેત્રીશ અક્ષર પ્રમાણે છે શ્રેષ્ઠ ચૂલિકા જેની, એવા ઉત્તમ શ્રી નમસ્કારમંત્રનું તમે નિરંતર રસરણ કરે.”