________________
નમસ્કારમંત્રને અદ્દભુત મહિમા
શું નવકાર એ મહાન છે? અથવા ચિંતામણિ જે છે? કે કલ્પતરુ સમાન છે? નહિ, નહિ, એ તે તેનાથી પણ અધિકતર છે. ચિંતામણિ રત્ન વગેરે, તેમજ કલ્પતરુ એક જન્મના સુખના હેત થાય છે, જ્યારે શ્રેષ્ઠ એ નવકાર તે સ્વર્ગ અને અપવર્ગના સુખને મારે છે?
કઈ પણ વસ્તુના શક્તિ-સામર્થ્યને ખ્યાલ આપવા માટે ઉપમાને ઉપયોગ થાય છે, પરંતુ એ ઉપમા સરખી હેવી જોઈએ. જે કઈ વધારે ગુણવાળી વસ્તુની તુલના ઓછા ગુણવાળી વસ્તુ સાથે કરીએ, તે એ હીને પમા કહેવાય. આ હાથી બળદ જે બળવાન છે, અથવા આ હીરે પોખરાજ જે પાણીદાર છે, એમ કહીએ તે એ વસ્તુનું મૂલ્ય ઘટે છે, તેથી તેની ગણના હપમામાં થાય છે. આ રીતે નમસ્કાર મંત્રને મહારત્ન, ચિંતામણિ કે કલ્પતરુની ઉપમા આપીએ તે એ હીપમા છે, કારણ કે મહારત્ન, ચિંતામણિ કે કલ્પતરુ આ જીવનની સુખસામગ્રી આપે છે, જ્યારે નમસ્કારમંત્ર તે આ લેક અને પરલોક ઉભયની સુખસામગ્રી આપનારે છે?
તાત્પર્ય કે નમસ્કારમંત્ર શક્તિ અને સામર્થ્યમાં અદ્વિતીય હેઈ આ જગતની કેઈ પણ વસ્તુ સાથે તેને સરખાવી શકાય એમ નથી.
પંચનસુકારલથુત્તમાં કહ્યું છે કે – करलाणकप्पतरुणो अवंझवीयं पयंडमायंडो। । भवहिमगिरिसिहराणं पक्खिपहू पावभुयगाणं ॥ ન. સિ-૩