________________
નમસ્કારમંત્ર જિનશાસનનો સાર છે. (૯) પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વ (૧૨) પ્રાણવાય પૂર્વ (૧૦) વિદ્યાપ્રવાદ પૂર્વ (૧૩) ક્રિયાવિશાલ પૂર્વ (૧૧) કલ્યાણપ્રવાદ પૂર્વ (૧૪) લેકબિદુસાર પૂર્વ
દશમા વિદ્યાપ્રવાદ પૂર્વમાં વિદ્યા અને મંત્રોને ઘણે. માટે સંગ્રહ હતું અને તે દરેકના આમ્બા પણ તેમાં દર્શાવેલા હતા. આજે જૈન સંઘમાં જે વિદ્યાઓ, મંત્રો તથા માંત્રિક ઑત્રો આદિ પ્રચલિત છે, તેને કેટલેક ભાગ આ પૂર્વમાંથી ઉદ્ધરાયેલ છે. આ રીતે પ્રસ્તુત નમસ્કાર તેમાંથી ઉદ્ધરાયેલું હોય, તે એમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. પરંતુ આ ઘટના શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ પછીજ અમુક સમયે બની શકે.
શ્રીમહાનિશીથસૂત્રમાં એવા એક વૃદ્ધવાદની નેંધ કરવામાં આવી છે કે “પ્રથમ આ નમસ્કારસૂત્ર એક સ્વતંત્ર સૂત્ર હતું અને તે પંચમંગલમહાશ્રુતસ્કલ્પના નામથી વિખ્યાત. હતું. તેના અર્થવિસ્તાર તરીકે કેટલીક નિયુક્તિઓ, કેટલાંક ભાગે તથા કેટલીક ચૂણિઓ લખાયેલી હતી, પણ કાલદેષને લીધે એ બધું સાહિત્ય નાશ પામ્યું, એટલે મહદ્ધિપ્રાપ્ત દ્વાદશાંગ ગ્રુતના ધારક પદાનુસારી લધિવાળા શ્રીવજસ્વામીએ તેને ઉદ્ધાર મૂલસૂત્ર એટલે શ્રીમહાનિશીથસૂત્રમાં લપે.”
આ પરથી નમસ્કારમંત્ર ચૌદ પૂર્વમાંથી સમ્યગ રીતે ઉદ્ધરાયેલે હેય, એ વાતને સમર્થન મળે છે.
ઉપર્યુક્ત ગાથાના ઉત્તરાર્ધમાં જણાવ્યું છે કે “એ.