________________
અનુભવને પૂર ઉપયોગ કરે છે, એટલે તેમનું લખાણ પ્રમાણભૂત બને છે અને પાઠકના મન પર સચોટ અસર કરે છે.
વળ આ રીતે લખાણ તૈયાર થયા પછી તેઓ વિદ્વાન મુનિવરે પાસે તેનું સંશોધન કરાવે છે અને પછી જ તેને મુદ્રણાલયમાં મેલે છે, એટલે તેમાં ક્ષતિ રહેવાનો સંભવ બહુ ઓછા હોય છે. અન્ય. લેખકેએ તેમનું અનુકરણ કરવા જેવું છે.
જૈન શાસ્ત્રોના ઊંડા અવલોકન, ચિંતન અને મનન પછી તેમણે આ “નમસ્કારમંત્રસિદ્ધિ નામનું પુસ્તક લખ્યું છે, એટલે તે અત્યંત લોકપ્રિય નિવડશે, એમાં શંકા નથી.
મેં પોતે આ પુસ્તક સાદ્યત વાંચ્યું છે અને તેની મારાં મન. પર ઘણું સુંદર છાપ પડી છે, એટલે હું એમ માની લઉં કે જે કઈ આ પુસ્તક વાંચશે તેના મન પર સુંદર છાપ પડશે અને તેને નમસ્કારમંત્રની આરાધના કરવાનો વિશેષ ઉત્સાહ પ્રકટશે, તો તે વધારે પડતું નથી. હાથકંકણને આરસીની જરૂર હોતી નથી. આ પુસ્તક પિતેજ બેહશે કે તેમાં શું ઝવેરાત ભરેલું છેટૂંકમાં સૌ કોઈને એક સરખે ઉપયોગી થઈ પડે તે આ સરસ સુંદર ગ્રન્થ છે.
ઈચ્છું છું કે શ્રી ધીરજલાલભાઈ ઉત્તરોત્તર વધુ ને વધુ આવું સુંદર સાહિત્ય જનતા સમક્ષ મૂકતા રહે અને યશ, લાભ તથા સુકૃતના (પુણ્યના) ભાગી બને.
અરૂણ સોસાયટી
અમદાવાદ-૭૧ તા. ૧૮ ન–૬)
ગુરુચરણરેણું કીતિચંદ્રસૂરિ