________________
[૪] નમસ્કારમંત્રનું નિત્યત્વ
નમસ્કારમંત્ર અંગે ઘણું વક્તવ્ય છે, તેથી જુદાં જુદાં પ્રકરણે પાડવામાં આવ્યાં છે અને તેમાં અમુક અમુક વસ્તુઓની. રજૂઆત કરવામાં આવી છે. ગત પ્રકરણમાં નમસ્કારની એક સૂત્ર તરીકે ઓળખાણ કરાવી, તેનાં વિવિધ નામે પરિચય આપે અને તેના મંત્ર––મહામંત્રત્વની સિદ્ધિ કરી. તે સાથે નમસ્કાર સિદ્ધમંત્ર, વરમંત્ર, પરમમંત્ર કે મહામંત્ર છે, તે સપ્રમાણ જણાવ્યું અને તેને મૃત્યુંજય મંત્ર કહેવામાં આવે છે, એવી માહિતી પણ આપી. છેવટે મંત્રવિદોએ સ્થાપિત કરેલા ધોરણ અનુસાર તેને માલામંત્ર કહી શકાય, એ વસ્તુને નિર્દેશ પણ કર્યો અને પ્રકરણની સમાપ્તિ કરી. હવે નમસ્કારમંત્રનું નિત્યત્વ પ્રકાશવા ઈચ્છીએ છીએ, જેથી તેને શાશ્વત મંત્ર કહેવાનું રહસ્ય સમજી શકાય અને તેના આરાધના માટે વિશેષ ઉત્સાહ પ્રકટે.
આવશ્યકચૂર્ણિમાં કહ્યું છે કે “નહીં સ્થિ# ચાર નિવા, પર્વ નમુક્ષ વિજેમ પાંચ અસ્તિકા નિત્ય છે,