________________
૨૫
નમસ્કારમંત્રનું નિત્યત્વ પંચપરમેષ્ટિ નમસ્કારને મહિમા અતિ અદ્ભુત છે અને તે ત્રણ જગતમાં એટલે સ્વર્ગ, મત્સ્ય અને પાતાલલેકમાં
જ્યારથી કાલ શરૂ થયે, ત્યાથ્થી અર્થાત અનાદિ કાલથી વતે છે?
“સિદ્ધમંત્ર એ શાશ્વતો' વગેરે વચને પણ નમસ્કારમંત્રના નિત્યત્વનું સૂચન કરે છે.
તાત્પર્ય કે જૈન શાસ્ત્રોમાં નમસ્કારમંત્ર નિત્ય હેવાનાં પૂરતાં પ્રમાણે પ્રાપ્ત થાય છે, તેથી તેના નિત્યત્વ વિષે શંકાને સ્થાન રહેતું નથી. આમ છતાં કોઈ તર્કપ્રધાન પાઠકને એ તર્ક થાય કે આ શી રીતે સંભવી શકે? તેથી અહીં વિશેષ વિચારણા કરીએ છીએ.
જૈન મહાત્માઓનાં એ ટંકશાળી વચને છે કે – एसो अगाइ कालो, अणाइ जीवो अणाइ जिणधम्मो । तइआ वि ते पढ़ता, इसुच्चिय जिण-नमुक्कारो॥
આ કાલ અનાદિ છે, જીવ પણ અનાદિ છે અને જિનધર્મ પણ અનાદિ છે. ત્યારથી લઈને આ જિન–નમસ્કાર ભવ્ય છ વડે ભણાય છે.
કાલ અમુક વખતે શરૂ થયે, એમ કેઈથી કહી શકાય એમ નથી. જે અમુક વખતે શરૂ થયે, એમ કહીએ તો પહેલાં શું હતું? એ પ્રશ્ન ઊભું થાય છે. ઉત્તરમાં જે એમ કહેવામાં આવે કે તે વખતે સર્વ શૂન્ય હતું, તે સર્વ શુન્યને ખ્યાલ પણ કાલ સિવાય આવી શકતું નથી. દરેક