________________
* નમસ્કારમંત્રસિદ્ધિ
કઈ તપશ્ચર્યા પૂરી થાય, એટલે નમસ્કાર બેલ્યા આદ તેનું પારણું થાય છે, તે સિવાય નહિ.
મેક્ષપ્રાપ્તિ માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના કરવામાં આવે છે, તેમાં પણ નમસ્કારની મુખ્યતા છે. જે નમસ્કારની આરાધના ન હોય તે આ બધી આરાધનાઓ કઈ ફલ આપી શકતી નથી. તે અંગે જૈન શામાં
सुचिरं पि तवो तवियं, चिनं चरणं सुयं च बहु पढियं ।
जइ ता न नमुकारे, रई तओ तं गयं विहलं ॥ . चउरंगोए सेणाए, नायगो दीवगो जहा होइ ।
तह भावनमुक्कारो, दंसणतवनाणचरणाणं ॥
“લાંબા કાલ સુધી તપને તમે, ચારિત્રને પાળ્યું અને ઘણાં શાસ્ત્રો ભર્યો, પણ જે નમસ્કારમાં રસ ન લાગે–પ્રીતિ ન જાગી, તે આ બધું નિષ્ફળ ગયું સમજવું.
ચતુરંગી સેનામાં જેમ સેનાની દીપક સમાન છે, તેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધનામાં ભાવનમસ્કાર દીપક સમાન છે.”
તાત્પર્ય કે નિવણસાધક ચોગ જેવી મહાન ક્રિયામાં પણું નમસ્કારે પિતાનું અનેખું સ્થાન જાળવી રાખ્યું છે.
આ રીતે વિવિધ દૃષ્ટિએ નમસકારની ઉપાદેયતા સિદ્ધ છે અને તેથી પ્રત્યેક સુજ્ઞ મનુષ્ય નમસ્કારના વિષયનું બને તેટલું જ્ઞાન મેળવીને તેની આરાધનામાં પ્રવૃત્ત થવું જોઈએ. તે માટે આગામી પૃછામાં પૂરતી સામગ્રી આપવામાં આવી છે.