________________
૯
fમકારમંત્ર-નિરૂપણ ધણ નમસ્કાર જેવા સિદ્ધ મંત્રને આ નિયમ લાગુ પડતો નથી. એટલે કે તે આવા કઈ પણ બીજાક્ષરની સહાય વિના પણ અલ્પ પ્રયાસે સિદ્ધ થાય છે. અહીં એટલું યાદ રાખવું ઘટે કે જે મંત્રની રચના ગસિદ્ધ મહાપુરુષો દ્વારા થયેલી હોય “અને જેમાં તેમની શક્તિને અંશ સંનિહિત હોય, તે સિહમંત્ર કહેવાય છે. આવો મંત્ર કદી પણ નિષ્ફળ જતા નથી.
અહીં એ જાણું લેવું પણ જરૂરનું છે કે નમસ્કાર એ અતિ ઉચ્ચકેટિને મંત્ર હેવાથી જ તેને “વરમંત્ર - પરમામંત્ર” કે “મહામંત્ર કહેવામાં આવ્યા છે.
એક પ્રાચીન ગાથામાં કહ્યું છે કેपणवहरियारिहा इअ मंतह बीआणि सप्पहावाणि । सव्वेर्सि तेसि मूलो, इको नवकारवरमंतो॥
પ્રણવ (કાર), હકાર, અહ વગેરે પ્રભાવશાલી બીજે છે, તે સર્વનું મૂલ એક નવકાર વરમંત્ર છે?
“શ્રાદ્ધદિનકૃત્ય”માં કહ્યું છે કેमंताण मंतो परमो इमुत्ति,
घेआण धेयं परमं इमुत्ति । तत्ताण तत्तं परमं पवित्तं,
संसारसत्ताण दुहाहयाणं ॥ “ખેથી સંતપ્ત થયેલા સંસારના પ્રાણીઓને માટે આ નમસ્કાર સર્વમમાં પરમ મંત્ર છે, સર્વ દયેમાં પરમ ધ્યેય છે અને સર્વ તમાં પરમ તત્વ છે.”