________________
નમસ્કારમંત્રસિદ્ધિ અઢાર-વીસ વર્ષ પહેલાં લાગેલી કે જ્યારે અમે “શ્રી પ્રતિક્રમણ સૂત્ર-પ્રબોધટીકા'ની રચના કરી રહ્યા હતા. એ. વખતે કેટલીક તૈયારીઓ હોવા છતાં આ ગ્રંથ લખવાની અનુકૂલતા સાંપડી નહિ, પછી પણ સગવશાત્ તેનું લેખનકાર્ય હાથ ધરી શકાયું નહિ, પરંતુ સં. ૨૦૨૩ ની. સાલના માહ માસમાં મંત્રવિજ્ઞાન નામના મહત્વપૂર્ણ ગ્રંથનું * નિર્માણ કર્યા પછી પૂર્વને એ વિચાર સજીવન. થયે અને કલમ ચાલવા લાગી. તેનું શુધન–પરિશે ધન થતાં છેવટનું જે પરિણામ આવ્યું, તે વિદ્વાન આચાર્યના નિરીક્ષણ પછી પ્રથમ આવૃત્તિ તરીકે પાઠક સમક્ષ રજૂ કરવામાં આવ્યું. હવે તે એ લખાણમાં પણ કેટલુંક શોધન
પરિવર્લ્ડન થયું છે અને તેથી આ ગ્રંથ વિશેષ સુવાચ બન્યું છે, એમ કહીએ તે અનુચિત નથી.
જૈન કુલમાં જન્મ થવાને લીધે મહિલાસમાજમાં મણિસમાન ધર્મશ્રદ્ધાળુ મણિ-માતાને વેગ મળવાને લીધે, તથા જૈન ધર્મના સાહિત્ય-સંસ્કારમાં ઊંડે રસ પડવાને લીધે નમસ્કારમંત્ર સાથે અમારે આંતરિક સંબંધ બંધાયેલ 'છે અને તે દિન-પ્રતિદિન વધારે ગાઢ થતો રહ્યો છે. આજે તે એવી સ્થિતિ છે કે મન કેઈ પણ વિષયમાંથી નિવૃત્ત થયું કે નમસ્કારમંત્રનો જપ એકાએક ચાલુ થઈ જાય છે અને તે અમુક સમય સુધી ચાલુ રહે છે. રાત્રિના પાછલા
૪ આ ગ્રંથ અમારે હસ્તક ચાલતા પ્રજ્ઞા પ્રકાશન મંદિર તરફથી પ્રકટ થયા છે અને સારો લોકાર પામે છે. મંત્રપ્રેમીઓએ તેનું અધ્યયન જરૂર કરવું.