Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હિદ પર અગ્રેજોનું શાસન
૭૩૧
જડ કાયદાએ તેનું સ્થાન લીધુંઃ આ રીતે હિંદું રામાજની મંદ પડેલી પ્રગતિ પણ અટકી ગઈ. મુસલમાનેએ તે! વળી નવી પરિસ્થિતિ પ્રત્યે વિશેષ રાષ વ્યકત કર્યાં અને પોતાની આસપાસ જડ કવચ રચીને તેમાં તેમણે આશરેા લીધે. સતી થવાને રિવાજ બંધ કરવા માટે અંગ્રેજો ભારે શ્રેય લે છે. એને માટે તેમને થે ું શ્રેય ધટે છે ખરું, પરંતુ ખરી રીતે તે રાજા રામમેાહન રાયની આગેવાની નીચે હિંદુ સુધારકાની એની સામેની ધણાં વરસેની ચળવળ પછી સરકારે એ બાબતમાં પગલું લીધું હતું. એ પહેલાં બીજા રાજકર્તાઓએ અને ખાસ કરીને મરાઠાઓએ એની મના કરી હતી. ગાવામાં પોર્ટુગીઝ શાસક આલ્બુકર્ક એ રિવાજ બંધ કર્યાં હતા. હિંદીઓની ચળવળ અને ખ્રિસ્તી મિશનરીઓની ચળવળને પરિણામે અંગ્રેજોએ એ પ્રથા બંધ કરી હતી. મારી સમજ પ્રમાણે તે, ધાર્મિક મહત્ત્વના માત્ર એટલે એક સુધારો
અંગ્રેજ સરકારે કર્યો છે.
એટલે અંગ્રેજોએ આ દેશનાં પછાત અને સ્થિતિચુસ્ત તત્ત્વા સાથે મૈત્રી કરી તથા હિંદને પેાતાના દેશ માટે કાચા માલ ઉત્પન્ન કરનાર દેવળ ખેતીપ્રધાન દેશ બનાવવાના હરેક પ્રયાસ કર્યાં. હિંદમાં કારખાનાં ઊભાં થાય તે રોકવા માટે તેમણે દેશમાં આવતાં યંત્રે તથા તેની સામગ્રી ઉપર જકાત નાખી. ખીજા દેશો તે પોતપોતાના ઉદ્યોગોને ઉત્તેજન આપી રહ્યા હતા. આપણે આગળ ઉપર જોઈશું કે જાપાન તેા ઉદ્યોગીકરણની બાબતમાં કૂદકે ને ભૂસકે આગળ વધ્યું. પરંતુ હિંદમાં તે અંગ્રેજ સરકારે એવા પ્રયાસે દબાવી દીધા. યંત્રા તથા તેની સાધનસામગ્રી ઉપર જકાત નાખવાને કારણે, અહીં મજૂરી ત્યાંના કરતાં સાંઘી હોવા છતાંયે હિંદમાં કારખાનું બાંધવાના ખરચ ઇંગ્લેંડ કરતાં ચાર ગણા થતા. આ જકાત છેક ૧૮૬૦ની સાલમાં બંધ કરવામાં આવી. પ્રગતિના માર્ગમાં બાધા નાખવાની આ નીતિ કેાઈ પણ વસ્તુની ખિલવણીમાં માત્ર વિલંબ કરી શકે એમ હતું; ધટનાઓની અનિવાય આગેકૂચને તે રોકી શકે એમ નહેતું. ૧૯મી સદીના વચગાળાના સમયથી હિંદમાં યત્રાદ્યોગને આરંભ થવા લાગ્યો. બંગાળમાં બ્રિટિશ મૂડીથી શણના ઉદ્યોગ શરૂ થયા. રેલવેના આગમને Àાદ્યોગની ખિલવણીમાં મદદ કરી અને ૧૮૮૦ની સાલ પછી હિંદુની મૂડીથી મુંબઈ તથા અમદાવાદમાં સૂતરની મિલે શરૂ થઈ. પછીથી ખાણના ઉદ્યોગ શરૂ થયા. સૂતરની મિલા બાદ કરતાં આ મદ ઉદ્યોગીકરણ મુખ્યત્વે કરીને પરદેશી મૂડીથી થયું. અને આ બધું સરકારની ઉપરવટ જઈને થવા પામ્યું હતું. સરકાર તા ‘લેઝે ફૅર'ની નીતિની એટલે કે, દરેક વસ્તુને આપમેળે ખીલવા દેવાની વાત કરતી હતી અને કહેતી હતી કે ખાનગી સાહસની વચ્ચે તે પડી શકે નહિ. ૧૮મી તથા ૧૯મી સદીના આરંભમાં જ્યારે હિંદતા વેપાર ઇંગ્લેંડના વેપારના હરીફ્ બન્યા ત્યારે હિંદી માલ ઉપર