Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હિંદ પર અંગ્રેજોનું શાસન
७२८ અંગ્રેજો વચ્ચે આવ્યા. જ્યાં આગળ ઉત્પાદનની જૂની વ્યવસ્થા બદલાઈને પ્રચંડ યંત્રો દ્વારા ઉત્પાદન કરવાની નવી પદ્ધતિ દાખલ થઈ ચૂકી હતી એવા દેશ અને પ્રજાના તેઓ પ્રતિનિધિ હતા. એથી કરીને, કોઈને કદાચ એમ લાગે કે, હિંદમાં પણ તેમણે આવા પ્રકારના ફેરફારની તરફેણ કરી હશે તથા હિંદને જે વર્ગ આવા પ્રકારનું પરિવર્તન કરી શકે એમ હતું તેને તેમણે ઉત્તેજન આપ્યું હશે. પરંતુ તેમણે આવું કશું જ કર્યું નહિ. તેમણે તે એથી ઊલટું જ કર્યું. હિંદ સાથે એક સંભવિત હરીફના જેવો વર્તાવ રાખીને તેમણે તેના ઉદ્યોગોનો નાશ કર્યો તથા યંત્રોદ્યોગના વિકાસને રૂં.
આમ, આપણને હિંદમાં વિચિત્ર પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. તે સમયે યુરોપમાં સૌથી આગળ પડતા અંગ્રેજ લેક હિંદમાં ત્યાંના સૌથી પછાત અને સ્થિતિચુસ્ત લેકે જોડે મૈત્રી બાંધે છે. તેઓ મરવા પડેલા ફયુડલ વર્ગને ટેકે આપી ટકાવી રાખે છે, નવા જમીનદારે ઊભા કરે છે, તથા હિંદના સેંકડો પરાધીન રાજાઓને તેમની અર્ધ-ફ્યુડલ રાજ્યઅમલમાં ટકે આપે છે. ખરેખાત, તેમણે હિંદમાં ફયૂડલ વ્યવસ્થાને મજબૂત કરી. આ જ અંગ્રેજોએ યુરોપમાં તેમની પાર્લામેન્ટને સત્તાધીશ બનાવનાર મધ્યવર્ગની અથવા તે ભદ્રલોક (બૂઝવા)ની ક્રાંતિ કરવામાં પહેલ કરી હતી. વળી દુનિયામાં ઔદ્યોગિક મૂડીવાદ શરૂ કરનાર ઔદ્યોગિક ક્રાંતિ કરવામાં પણ તેઓ પહેલ, કરનારા હતા. આ બાબતમાં તેમણે પહેલ કરી હોવાથી જ તેઓ તેમના પ્રતિસ્પધીઓથી ઘણા આગળ નીકળી ગયા અને તેમણે વિસ્તૃત સામ્રાજ્ય જમાવ્યું.
અંગ્રેજો હિંદમાં આમ શાથી વલ્ય એ સમજવું બહુ મુશ્કેલ નથી. મૂડીવાદના પાયામાં જીવલેણ હરીફાઈ અને શેષણ રહેલાં છે અને સામ્રાજ્યવાદ એ એનું વધારે વિકસેલું સ્વરૂપ છે. એટલે, શક્તિશાળી હોવાને કારણે અંગ્રેજોએ જેઓ ખરેખર તેમના હરીફે હતા તેમને મારી હઠાવ્યા અને બીજાઓને હરીફ થતાં ઈરાદાપૂર્વક આગળથી જ અટકાવ્યા. આમજનતા સાથે તેઓ મૈત્રી કરી શકે એમ નહતું, કેમકે, તેમનું શોષણ કરવું એ જ હિંદમાં આવવાને તેમને પ્રધાન હેતુ હતે. શેષણ કરનારાઓ અને શોષાતા લોકોનાં હિત કદી પણ સમાન હોઈ શકતાં નથી. એટલે અંગ્રેજોએ હિંદમાં હજી પણ ટકી રહેલા યૂડલ વ્યવસ્થાના અવશેષોનો આશરે લીધે. અંગ્રેજો આવ્યા ત્યારે પણ એમનામાં લેશમાત્ર સાચું બળ રહ્યું નહોતું, પરંતુ અંગ્રેજો તરફથી તેમને ટેકે મળી ગયો તથા દેશના શેષણમાંથી પણ તેમને શેડો હિસ્સ આપવામાં આવ્યો. જેને સમય વીતી ગયા હોય એવા વર્ગોને બહારના ટેકાથી થોડા સમય પૂરતી જ રાહત મળી શકે. એ ટેકે જતો રહેતાં તેનું કાં તે પતન થાય અથવા તે નવી પરિસ્થિતિને તે અનુકુળ થઈ જાય. અંગ્રેજોની મહેરબાની ઉપર જીવતાં