Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૭૨૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન જબરદસ્ત તંત્રની નીચે આપણે રહેતા આવ્યા છીએ. આ તંત્ર તે ઔદ્યોગિક મૂડીવાદમાંથી ઉદ્ભવેલા નવા સામ્રાજ્યવાદનું તંત્ર. આ શોષણનો નફે પ્રધાનપણે ઇંગ્લંડ જાય છે; પરંતુ ઇંગ્લંડમાં તેને માટે ભાગ માત્ર અમુક વર્ગોનાં જ ગજવામાં જાય છે. એ શેષણના નફાને ચેડે ભાગ હિંદમાં પણ રહે છે અને અહીંના કેટલાક વર્ગોને તેને લાભ મળે છે. એટલા માટે અમુક વ્યક્તિ ઉપર અથવા તે આખી અંગ્રેજ પ્રજા ઉપર આપણે ક્રોધ કરીએ એ મૂર્ખાઈભરેલું છે. જે કઈ પદ્ધતિ ખરાબ હોય અને તેથી આપણને નુકસાન થતું હોય તે આપણે તેને બદલવી જોઈએ. અમુક પદ્ધતિના ચાલકે કોણ છે એનું ઝાઝું મહત્ત્વ નથી; કેમકે, ખરાબ પદ્ધતિ નીચે સારા લેકે પણ નિરૂપાય બની જાય છે. એમ કરવા માટે આપણે ગમે એટલાં આતુર હોઈએ અને ભલેને આપણે એને ગમે એટલી સારી રીતે પકાવીએ પણ પથરા અને માટીને આપણે કેમે કરીને સારા ખોરાકમાં ફેરવી શકીએ નહિ. મને લાગે છે કે, મૂડીવાદ અને સામ્રાજ્યવાદની બાબતમાં પણ એમ જ છે. એમાં સુધારો કરી શકાતું નથી. તેમને સંપૂર્ણપણે નાબૂદ કરવાં એ જ એમને સુધારવાને સારો ઉપાય છે. પણ એ તો મારે અભિપ્રાય છે. કેટલાક લેકે એ અભિપ્રાયથી જુદા પડે છે. તારે કોઈ પણ વસ્તુ વગર વિચારે માની લેવી નહિ; સમય આવ્યે તું તારા પિતાના નિર્ણયે બાંધી શકીશ. પરંતુ એક બાબતમાં તે ઘણાખરા લેકે સંમત થાય છે અને તે એ છે કે, દોષ તે પદ્ધતિમાં રહેલું હોય છે અને એને માટે વ્યક્તિઓ ઉપર રોષ કરે એ મિથ્યા છે. આપણે ફેરફાર કરવા ચહાતા હોઈએ તે પદ્ધતિ ઉપર આપણે હુમલે કરે જોઈએ અને તેને બદલવી જોઈએ. એ પદ્ધતિની માઠી અસર આપણે હિંદમાં જોઈ ગયાં. જ્યારે આપણે મિસર અને ચીન તથા ઇતર દેશનો વિચાર કરીશું ત્યારે એ જ પદ્ધતિ, મૂડીવાદી સામ્રાજ્યવાદનું એ જ તંત્ર કાર્ય કરી રહેલું અને બીજી પ્રજાઓને ચૂસતું આપણું જોવામાં આવશે.
હવે આપણે આપણી મૂળ વાત ઉપર આવીશું. અંગ્રેજો અહીં આવ્યા ત્યારે હિંદના ગૃહઉદ્યોગે ભારે વિકાસ પામેલી દશામાં અને આબાદ હતા એ હું તને કહી ગયે . ઉત્પાદનની પદ્ધતિમાં સ્વાભાવિક પ્રગતિ થતાં, અને બહારની કશી પણ દખલ વિના હિંદમાં વહેમોડે યંત્રોદ્યોગ દાખલ થયે હેત. આપણા દેશમાં લેઢે તેમ જ કોલસે હતું અને આપણે આગળ જોઈ ગયાં કે ઈગ્લેંડમાં આ જ વસ્તુઓએ નવા ઉદ્યોગવાદની ખિલવણીમાં ભારે મદદ કરી એટલું જ નહિ, પણ એને આરંભ કરવામાં પણ કંઈક અંશે ફાળે આપે. આખરે, હિંદમાં પણ આમ જ બનવા પામ્યું હતું. એટલું ખરું કે " રાજકીય અંધેરને કારણે એમ થતાં કદાચ છેડે વિલંબ થાત. પરંતુ દરમ્યાન