Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
७२९
જગતના ઇતિહાસનું રેખાદર્શન
હિંદી શું, આપણે સૌ લાંબા કાળથી યાતના વેઠતા આવેલા કિસાનને ચૂસવાની કાશિશ કરતાં આવ્યાં છીએ તથા તેની પીઠ પર બેઠાં રહ્યાં છીએ. પછી એમની પીડ઼ ભાંગી જાય એમાં શી નવાઈ !
પરંતુ, લાંબા વખત પછી આખરે, તેને માટે આશાનું એક કિરણ ફૂટયું તથા તેના સારા દિવસે આવવાનાં અને તેને ખાજો હળવા થવાનાં સુચિહ્નો દેખાવા લાગ્યાં. એક નાનકડા માનવી આવ્યા અને તેણે તેની આંખામાં સાંસરી દિષ્ટ કરી તેના ચીમળાઈ ગયેલા હૃદયના ઊંડાણમાં પ્રવેશ કર્યાં અને લાંબા કાળની તેની વેદના પિછાની. અને તેની નજરમાં જાદુ હતા, તેના સ્પર્શીમાં જીવનદાયી અગ્નિ હતા, તેના અવાજમાં હમદર્દી હતી અને તેના હૃદયમાં અપાર કરુણા તથા અગાધ પ્રેમ ભરેલાં હતાં અને શહીદની આમરણ નિષ્ઠા હતાં. ખેડૂતો, મજૂરા તથા ખીજા દલિત લેાકેાએ તેનાં દર્શન કર્યાં અને તેના એલ સાંભળ્યા; તેમનાં મૃતપ્રાય હૃદયે ચેતનવંતાં થયાં અને મહર્ષ અનુભવવા લાગ્યાં તથા તેમનામાં અજબ પ્રકારની આશાને ઉદય થયા અને આનંદમાં આવી જઈ ને તે પાકારી ઊઠયા મહાત્મા ગાંધીની જય' તથા વિપત અને દુઃખની ઘાટીમાંથી નીકળવાને તેઓ તત્પર થઈ ગયા. પરંતુ લાંબા વખતથી તેમને પીસી રહેલી ચક્કી તેમને સહેલાઈથી બહાર નીકળવા દે એમ નહતું. તે ક્રીથી ગતિમાન થઈ અને એમને કચરી નાખવા માટે તેણે નવાં હથિયારે સરજ્યાં, નવા કાયદાઓ તથા નવા ઑર્ડિનન્સા યેાજ્યા તથા તેમને જકડવા માટે નવી જંજીરો તૈયાર કરી. અને પછી ? એને મારા આ બ્યાન કે ઇતિહાસમાં સમાવેશ થતા નથી. એ તે આવતી કાલની વાતનેા વિષય છે અને આવતી કાલ જ્યારે આજ “નશે ત્યારે આપણને એની જાણ થશે. એ વિષે કાઈ ને પણ શંકા છે ખરી?
"
-
૧૧૨. હિંદ પર અગ્રેજોનું શાસન
૫ ડિસેમ્બર, ૧૯૩૨
૧૯મી સદીના હિંદુ વિષે મેં તને ત્રણ લાંબા પત્ર લખ્યા છે. દી વેદનાની એ બહુ લાંબી કથા છે, અને જો એને હું વધારે પડતી ટૂંકાવી નાખુ તો મને ભય છે કે એ સમજવી તારે માટે મુશ્કેલ થઈ પડે. મને લાગે છે કે, ખીજા દેશો અથવા તા ખીજા યુગો ઉપર મેં જેટલું લક્ષ આપ્યું છે તેના કરતાં વિશેષ લક્ષ હિંદના ઈતિહાસના આ યુગ ઉપર હું આપી રહ્યો છું. હું પતે હિંદી હોવાથી હિંદના ઇતિહાસમાં મને વિશેષ રસ છે; અને એને વિષે હું વધારે જાણતા હોવાથી હું વધારે વિસ્તારથી લખી શકું છું. આ ઉપરાંત, કેવળ અતિહાસિક રસ ઉપરાંત હિંદના એ સમયનું આપણે માટે વધારે મહત્ત્વ