________________
૨૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-પ વિષયક અનુપાતી યુક્તિને અનુસરનારી, અને અનનુપાતી યુક્તિ રહિત, હોય છે. Ima
અનુપાતી-અનુપાતીના સ્વરૂપને કહે છે – જેને બોલતો તે યથાછંદ જણાય છે. શું જણાય છે ? તે સ્પષ્ટ કરે છે –
જે પ્રમાણે નિશ્ચિત યુક્તિ સંગત જ બોલે છે તે અનુપાતી પ્રરૂપણા છે. જે પ્રમાણે જે જ મુખપોતિકા છે તે જ પ્રતિલેખનિકા છે, ઈત્યાદિ. જે વળી બોલતો સૂત્રથી અપેત=સૂત્રથી બહાર નિરપેક્ષ, પ્રતિભાસે છે, તે અનનુપાતી યુક્તિને નહિ અનુસારવાર થાય છે. જે પ્રમાણે ચોલપટ્ટો જ પલ્લા કરાઓ. કેમ યુક્તિ અનનુપાતી છે ? તેમાં હેતુ કહે છે –
ચોલપટ્ટાને પલ્લા કરવાથી જૂના પતનનો સંભવ હોવાને કારણે સૂત્રની યુક્તિનો બાધ છે. અથવા સર્વ જ પદો યથાછંદ વડે બોલાયેલાં બધાં જ પદો, અગીતાર્થના પ્રતિભાસની અપેક્ષાએ અનુપાતી છે યુક્તિને અનુસરનારાં છે. ગીતાર્થના પ્રતિભાસની અપેક્ષાએ અનુપાતી છે યુક્તિને અનુસરનારાં નથી. Iઝા
અને આ તેની અન્ય પ્રરૂપણા છે. સાગારિક શય્યાતર, તેના વિષયમાં કહે છે. શય્યાતરને ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરવામાં દોષ નથી, ઊલટું શય્યાતરને મહાલાભ છે. આદિ શબ્દથી સ્થાપનાકુલોમાં પ્રવેશ કરતાં દોષ નથી, પરંતુ ભિક્ષાની શુદ્ધિ છે, ઈત્યાદિ ગ્રહણ કરવું. માંકડ આદિથી રહિત પરિભોગ કરાતા પથંકાદિમાં કોઈ દોષ નથી. પરંતુ ભૂમિમાં બેસવાથી લાઘવાદિ દોષો છે. ગૃહસ્થની નિષદ્યામાં કોઈ દોષ નથી. ઊલટું ધર્મકથાના શ્રવણ વડે લાભ છે. ગૃહસ્થના ભારતમાં ભોજન કેમ ન કરાય ? અહીં-ગૃહસ્થતા ભાજપમાં, ભોજન કરવામાં દોષ નથી, પરંતુ સુંદર પાત્રનો ઉપભોગ કરવાથી પ્રવચનનો અનુપઘાતરૂપ અને અન્ય પાત્ર ભારના અવહનરૂપ ગુણ છે. સાધ્વીના ઉપાશ્રયમાં અવસ્થાનાદિમાં શું દોષ છે ? કોઈ દોષ નથી. કેમ દોષ નથી ? તે સ્પષ્ટ કરે છે –
જ્યાં ત્યાં રહેલા સાધુએ શુભ મત પ્રવર્તાવવું જોઈએ અને તે સ્વને આધીન છે. અને માસકલ્પનો પ્રતિષેધ તેના વડે યથાછંદ વડે, કરાય છે. જો દોષ વિદ્યમાન ન હોય તો માસકલ્પ પછી પણ ત્યાં રહેવું જોઈએ.પા.
ચારના વિષયમાં ગમનના વિષયમાં, કહે છે – વરસાદના અભાવમાં ચાતુર્માસ મધ્યમાં વિહાર કરવામાં શું દોષ છે? અર્થાત્ કોઈ દોષ નથી. અને વૈરાજ્યના વિષયમાં કહે છે. સાધુઓ વૈરાજ્યમાં પણ વિહાર કરો. જે કારણથી તેઓએ શરીર ત્યાગ કર્યું છે. તેથી તેઓએ ઉપસર્ગો સહન કરવા જોઈએ. પ્રથમ સમવસરણમાં વર્ષાકાલ વિષયક બોલે છે. પ્રથમ સમવસરણમાં શુદ્ધ વસ્ત્રાદિ કેમ ન ગ્રહણ કરાય ? બીજા સમવસરણમાં ચાતુર્માસ સિવાયના માસકલ્પાદિ વિહારમાં ઉદ્ગમાદિ દોષ