________________
૨૦૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ તેઓને ઉદ્દેશીને ચારિત્રનો ઉપદેશ અપાય છે. તે પ્રમાણે સમ્યક્ત્વથી વ્યવહિત એવા પણ અપુનર્બંધકાદિનું તેના લક્ષણ દ્વારા અપુનર્બંધકના ભાવનો નિશ્ચય થાય છે અને તેને અનુરૂપ તેઓને ઉપદેશ અપાય છે. તે અપુનર્બંધકનું લક્ષણ પંચાશકમાં કહેલ છે તે પ્રમાણે-જેઓ તીવ્ર ભાવથી પાપ કરતા નથી, ઘોર એવા ભવને બહુમાનનો વિષય કરતા નથી અને સર્વત્ર પણ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે તેઓ અપુનર્બંધક છે તેવો નિર્ણય કરીને ઉપદેશક તેઓની યોગ્યતાનુસાર ઉચિત ઉપદેશ આપે. આ પ્રકારની શાસ્ત્રમર્યાદા છે.
વળી અપુનર્બંધક જીવોના જે આ ત્રણ ભાવો બતાવ્યા તે ભાવો કોઈક અપુનર્બંધક જીવોમાં સ્પષ્ટ અભિવ્યક્ત થતા હોય. જ્યારે કોઈક અપુનર્બંધક જીવોમાં મંદ મંદ અભિવ્યક્ત થતા હોય. જેમ વંકચૂલ ચોરની પલ્લીમાં રહીને અનુચિત પ્રવૃત્તિ કરે છે ત્યારે આ સર્વ ભાવો વ્યક્ત દેખાતા નથી. આમ છતાં સાધુના ઉત્તમ આચારોને જોઈને સાધુ પ્રત્યેનો તેનો બહુમાનભાવ વ્યક્ત થતો હતો. તેથી ગીતાર્થ મહાત્મા જાણી શકે કે આ જીવને ત્યાગીઓ પ્રત્યે બહુમાનભાવ છે તેથી કંઈક માર્ગાનુસા૨ી બુદ્ધિ છે. અને આથી જ નિમિત્તને પામીને પાપની વૃત્તિ વંકચૂલમાંથી નિવર્તન પામે છે. તેથી શાસ્ત્રથી પરિષ્કૃત મતિવાળા યોગીઓ જીવમાં રહેલી તેવી યોગ્યતારૂપ અપુનર્બંધકદશાને જોઈને તેઓને તેઓની ભૂમિકાનુસાર ઉચિત ઉપદેશ આપે છે.
વળી પૂર્વપક્ષી ધર્મબિંદુ પ્રકરણના વચનથી અને વન્દારુ વૃત્તિના વચનથી પોતાના પક્ષને દઢ કરવા કહે છે કે ધર્મબિંદુ પ્રક૨ણમાં માર્ગાનુસારીનો અર્થ કર્યો કે જેઓ સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગ્ ચારિત્રને અનુસરે છે તેઓ માર્ગાનુસારી છે. તેથી રત્નત્રયીની પરિણતિવાળા જીવોને જ માર્ગાનુસારી સ્વીકારી શકાય. અને વારુવૃત્તિમાં કહ્યું છે કે જે જીવો અસગ્રહના ત્યાગથી તત્ત્વનો સ્વીકાર કરે છે તેઓમાં માર્ગાનુસારિતા છે. તેથી ઉપદેશાદિને પામીને જેઓ તત્ત્વના સ્વીકાર માટે યત્ન કરી રહ્યા છે તેવા અપુનર્બંધકને માર્ગાનુસારિતા પ્રાપ્ત થાય, પરંતુ સમ્યક્ત્વની પ્રાપ્તિથી દૂર રહેલા એવા અપુનર્બંધક જીવોમાં માર્ગાનુસારીપણું પ્રાપ્ત થાય નહીં. માટે સમ્યક્ત્વની પ્રાપ્તિને આસન્ન એવા જીવોથી અન્ય જીવોમાં માર્ગાનુસારીપણું સ્વીકારી શકાય નહિ. આ પ્રકારના પૂર્વપક્ષના કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – પૂર્વપક્ષને અભિમત એવા સમ્યક્ત્વને સન્મુખ જીવમાં માર્ગાનુસારિતા છે તેમ ધર્મના અધિકારી એવા સર્વ પણ અપુનર્બંધકાદિમાં અર્થાત્ સમ્યક્ત્વને સન્મુખ કે સમ્યક્ત્વની પ્રાપ્તિને દૂરવર્તી એવા અપુનર્બંધક, માર્ગાભિમુખ, માર્ગપતિત જીવોમાં તત્ત્વ સ્વીકારવાની યોગ્યતા વિદ્યમાન છે. માટે માર્ગાનુસારિતાનો પ્રતિઘાત નથી.
-
આશય એ છે કે જે કેટલાક અપુનર્બંધકાદિ જીવો તત્કાલ સમ્યક્ત્વ પામે તેમ નથી તોપણ સામગ્રી મળે તો તેઓ સ્થૂલથી તત્ત્વનો સ્વીકાર કરે તેવી માર્ગાનુસા૨ી પરિણતિવાળા છે. ફક્ત સ્થૂલથી પણ તત્ત્વપ્રાપ્તિની સામગ્રીના અભાવને કારણે તેઓ તત્ત્વની પ્રાપ્તિ કર્યા વગર અથવા સ્થૂલથી તત્ત્વની પ્રાપ્તિ કર્યા પછી પાતના કારણ કોઈ ક્લિષ્ટકર્મને કારણે સ્થૂલથી પ્રાપ્ત થયેલા તત્ત્વથી પણ પાત પામીને કોઈક રીતે ફરી સંસારના અભિમુખ ભાવવાળા થાય છે. જેથી દીર્ઘકાળ સંસારના પરિભ્રમણને કરીને જ્યારે ઉત્કર્ષથી અર્ધપુદ્ગલ સંસાર શેષ રહે ત્યારે સમ્યક્ત્વને પામે છે. તોપણ પૂર્વમાં જ્યારે માર્ગાનુસારી