________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪
૩૧૫ યોગમાર્ગને અયોગ્ય છે તેમ તમે જો સ્વીકારશો તો ભગવાનની દેશના ઉપચિતમિથ્યાત્વનું મૂલ હોવાને કારણે=તેવા જીવોના ગાઢ મિથ્યાત્વનું કારણ હોવાને કારણે, ભગવાનની દેશના તેવા જીવોને આશ્રયીને અનર્થનું કારણ છે, તેમ કહેવું પડશે. તેને ગ્રંથકારશ્રી કહે છે – ભગવાન વિશ્વના હિતને માટે ઉપદેશની પ્રવૃત્તિ કરે છે ત્યારે ગાઢ વિપર્યાસથી દૂષિત મતિવાળા જીવોને ભગવાનના વચનથી મિથ્યાત્વની વૃદ્ધિની પ્રાપ્તિ થવા છતાં પણ ભગવાનની દેશનામાં દોષ નથી; કેમ કે ભગવાનની દેશનાથી ઘણા જીવોને હિત પ્રાપ્તિરૂપ ઉત્તમ ભાવો થાય છે તે ભાવની જ પ્રધાનતા છે. માટે જે દેશનાથી ઘણા જીવોને લાભ થતો હોય અને અયોગ્ય જીવોનું યત્કિંચિત્ અહિત થતું હોય તે અહિત અશક્યપરિહારરૂપ હોવાથી દોષરૂપ નથી.
વળી, ગ્રંથકારશ્રી કહે છે કે પૂર્વપક્ષીના અભિપ્રાય પ્રમાણે સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાની ‘વિવ' સ્તુતિનો અર્થ કરવામાં આવે તો તે સ્તુતિમાં “ત્વ સમુવી:' પાઠ છે તેના સ્થાને ત્વત્ત: સમુવીf:' પાઠ હોવો જોઈએ. ‘ત્વયિ સમુવીળ: પાઠ સ્વીકારીને પૂર્વપક્ષી અર્થ કરે છે તે પ્રમાણે અર્થ કરવામાં આવે તો અર્થની પ્રાપ્તિમાં ક્લિષ્ટતાની પ્રાપ્તિ છે અર્થાત્ સુગમતાથી તે અર્થ પ્રાપ્ત થતો નથી. તેથી પૂર્વપક્ષીના વચનાનુસાર તે અર્થ સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાને અભિમત હોત તો તેઓ ‘ત્વયિઓને સ્થાને “ત્વ:”નો પ્રયોગ કરત.
વળી બીજો દોષ પણ ગ્રંથકારશ્રી પૂર્વપક્ષીને બતાવે છે – પૂર્વપક્ષીએ કર્યો તેવો અર્થ સ્વીકારીએ તો ભગવાને કહેલા ઉપવાસાદિ અર્થોનું અન્યદર્શનવાળા શ્રદ્ધાન કરે છે અને કહે છે કે જૈનોનો ઉપવાસ સુંદર છે. અને ભગવાન તે અન્યદર્શનવાળાના અર્થોનો લેશ પણ સ્વીકાર કરતા નથી. એટલો જ ભગવાનના વચનમાં અતિશયતાનો લાભ થાય.
વળી સંપ્રદાયવાળા જે અર્થ કરે છે તે અનુસાર ભગવાનમાં અન્ય દૃષ્ટિઓ સમવતાર પામે છે અને ભગવાનનું વચન અન્ય દૃષ્ટિઓમાં સમવતાર પામતું નથી તેમ સ્વીકારવાથી ભગવાનનું વચન સ્વ-ઇતર સકલ દર્શનના મોક્ષમાર્ગને અનુકૂળ કહેનારા અર્થની સાથે વ્યાપ્ય અર્થને કહેનારું વચન છે અને તેના કર્તા ભગવાન છે તે રૂ૫ ભગવાનમાં અતિશયતાની પ્રાપ્તિ થાય છે. તેથી પૂર્વપક્ષીના વચનાનુસાર અર્થ સ્વીકારવા કરતાં સાંપ્રદાયિક જે સ્તુતિનો અર્થ કરે છે તે જ ઉચિત છે.
વળી, ગ્રંથકારશ્રી પૂર્વપક્ષીને દોષ આપતાં કહે છે કે જે પ્રમાણે પૂર્વપક્ષી સ્તુતિનો અર્થ કરે છે તે પ્રમાણે સ્વીકારીએ તોપણ અન્યદર્શનવાળા ભગવાને કહેલાં ઉપવાસાદિ સુંદર અર્થોનું શ્રદ્ધાન કરે છે તેવો અર્થ પ્રાપ્ત થાય. અને તે રીતે સ્વીકારીને જો અન્યદર્શનવાળા ભગવાનના વચનની પ્રશંસા કરે તો યોગબીજનો લાભ તેઓને થાય છે તેમ પૂર્વપક્ષીને સ્વીકારવું પડે અને જો પૂર્વપક્ષી તેવું સ્વીકારે તો અન્યદર્શનવાળા પણ દેશારાધક છે તેમ પૂર્વપક્ષીને સ્વીકારવું પડે.
અહીં પૂર્વપક્ષી કહે કે તેઓને કોઈક સ્થાનમાં ભગવાને કહેલા તત્ત્વનું શ્રદ્ધાન હોવા છતાં પણ તે તત્ત્વને કહેનારા દેવમાં દેવબુદ્ધિ નથી અને તેઓ માને છે કે દેવ રાગ-દ્વેષ રહિત સર્વજ્ઞ જ છે, અન્ય નથી, તોપણ તેવા દેવ અમને અભિમત એવા સુગાદિ છે. વળી કેટલાક દિગંબરો અરિહંતદેવ સ્વીકારે છે, તોપણ