________________
૩૬૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૪
પૃથ્વી-દ્રવ્યનો સામાન્ય વિશેષ ભાવ સ્પષ્ટ કરે છે -
જે કારણથી દ્રવ્ય સામાન્ય છે. અને પૃથ્વી વિશેષ છે. એ રીતે=પૃથ્વી અને દ્રવ્યનો સામાન્યવિશેષથી ભેદ છે એ રીતે, અનુમોદના સામાન્ય છે અને પ્રશંસા વિશેષ છે, એટલો જ આ બેનો ભેદ પરંતુ વિષયના ભેદથી પૃથક્ નથી=આત્યંતિક ભેદ નથી; કેમ કે પ્રશંસાનું અનુમોદનાના ભેદપણું હોવાને કારણે તેનાથી અત્યવિષયત્વની અસિદ્ધિ છે=પ્રશંસાના અનુમોદનાથી અન્યવિષયપણાની અસિદ્ધિ છે.
કેમ પ્રશંસા અને અનુમોદનાનો વિષયભેદ નથી ? એ સ્પષ્ટ કરવા અર્થે કહે છે
પ્રત્યક્ષ ભિન્ન વિષય ઘટ પ્રત્યક્ષ છે એ પ્રમાણે બુદ્ધિમાન વડે કહેવું યુક્ત નથી જ. અને માનસ ઉત્સાહરૂપ અનુમોદનાનો પણ પ્રશંસાથી ભિન્ન વિષયત્વનો નિયમ નથી; કેમ કે પ્રકૃતિ સુંદર જ વસ્તુનું સમ્યગ્દષ્ટિઓને અનુમોદનીયપણું છે અને પ્રશંસનીયપણું છે.
અનુમોદના અને પ્રશંસાનો ભિન્ન વિષય બતાવનાર પૂર્વપક્ષીનું કથન બતાવીને તે વચન પણ શોભન નથી. તેમ બતાવે છે –
અનુમોદનાનું સ્વ ઇષ્ટ સાધક જ વસ્તુ વિષય છે; કેમ કે તેવા જ તપ-સંયમાદિનું અથવા આરંભપરિગ્રહાદિનું વિરતિધર વડે કે અવિરતિધર વડે અનુમોદના થાય છે. પરંતુ પરના ઇષ્ટનું સાધક અને પોતાના અનિષ્ટનું સાધન પણ અનુમોદનીય નથી; કેમ કે પોતાના ધનના અપહારની પણ અનુમોદવાની આપત્તિ આવે. અને પ્રશંસાનું ઇષ્ટ-અનિષ્ટ વસ્તુ વિષય છે; કેમ કે ઇષ્ટ એવા ધાર્મિકાનુષ્ઠાનની અને અનિષ્ટ એવા આજ્ઞાબાહ્ય વસ્તુની પ્રશંસાની વ્યવસ્થિતિ છે. હિ=જે કારણથી, પોતાના કાર્યાદિ નિમિત્ત અસદ્ગુણની પણ પ્રશંસા થાય છે. આથી જ આ આગમ પણ છે
“ચાર સ્થાનોથી અવિદ્યમાન ગુણની પ્રશંસા કરવી જોઈએ. (૧) અભ્યાસ નિમિત્તે (૨) પરની ઇચ્છાના અનુવર્તન માટે (૩) પોતાનું કાર્ય કરાવવા માટે (૪) કૃતપ્રતિકૃતિથી.”
અને તે આ અનિષ્ટપ્રશંસા અતિચારરૂપ પણ પ્રયોજનવિશેષથી કોઈકને ક્યારેક થાય. એ પ્રકારનું આ પણ વચન=પૂર્વપક્ષીનું આ પણ વચન, શોભન નથી, એમ પૂર્વમાં ‘ન ચ’થી કરાયેલા પ્રારંભના ‘ન' સાથે અન્વય છે; કેમ કે સ્વારસિક પ્રશંસાનું અનિષ્ટનું અવિષયપણું છે.
કેમ સ્વારસિક પ્રશંસાનું અનિષ્ટનું અવિષયપણું છે ? તેમાં હેતુ કહે છે
પુષ્ટ આલંબનક અનિષ્ટપ્રશંસાનું પણ ઇષ્ટ વિષયત્વમાં પર્યવસાન છે=સંયમના રક્ષણના પ્રયોજનથી કે સંયમવૃદ્ધિના પ્રયોજનથી અવિદ્યમાન પણ ગુણોની પ્રશંસા સાધુ જે કરે છે તે પ્રશંસા પોતાને ઇષ્ટ એવા સંયમની વૃદ્ધિમાં કે સંયમના રક્ષણમાં પર્યવસાન પામે છે.
પૂર્વમાં કહ્યું કે પુષ્ટાલંબનવાળી અનિષ્ટની પ્રશંસા પણ ઇષ્ટ વિષયમાં પર્યવસાન પામે છે, તેમાં યુક્તિ બતાવે છે
-