________________
૩૭૯
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-રૂપ
"दर्शनं च=निःशङ्कितादिगुणोपेतं सम्यक्त्वं, ज्ञानं चाचारादि, चारित्रं च मूलोत्तरगुणानुपालनात्मकं, दर्शनज्ञानचारित्रं द्वन्द्वैकवद्भावः, एवं तपश्चानशनादि, विनयश्चाभ्युत्थानादिरूपस्तपोविनयम्, एतद्दर्शनादि यत्र पार्श्वस्थादौ पुरुषे यावत् यत्परिमाणं स्वल्पं बहु वा, पश्येत् जानीयात्, तत्र तमेव भावं जिनप्रज्ञाप्तं स्वचेतसि व्यवस्थाप्य तावत्यैव भक्त्या कृतिकर्मादिलक्षणया पूजयेद्" इति । तेन मार्गानुसारिकृत्यं सर्वमपि भावयोगादनुमोदनीयं પ્રશંસનીયં ચેતિ સિદ્ધમ્ પારૂલા ટીકાર્ય :
નનું ... વેતિ સિદ્ધ | ‘નથી શંકા કરે છે – વિષયશુદ્ધાદિ અનુષ્ઠાનત્રય અપુનબંધકાદિ જીવોમાં કોઈક અપેક્ષાએ સુંદર હો, તોપણ વીતરાગવચલપ્રતિપાદિત જ તગત અનુષ્ઠાનનું અપુતબંધકાદિગત અનુષ્ઠાનનું, અનુમોદ્યપણું છે. અન્યનું નહિકવીતરાગવચનથી અપ્રતિપાદિત અનુષ્ઠાનનું નહીં; કેમ કે “જે ભાવલેશ છે=મોક્ષને અનુકૂળ ભાવલેશ છે, તે જ ભગવાનને અનુમત છે.’ એ પ્રકારના કથનમાં ભગવાનમાં બહુમાનરૂપ જ ભાવલેશના અનુમોઘત્વનું પ્રતિપાદન છે. એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – તારી વાત બરાબર નથી; કેમ કે અન્યત્ર પણ અવ્યદર્શનમાં રહેલા જીવોમાં પણ, ભવાભિનંદીદોષના પ્રતિપક્ષ એવા મોક્ષાશયરૂપ ભાવનું તત્ત્વથી ભગવાનના ગુણમાં બહુમાનરૂપપણું છે.
અહીં પ્રશ્ન થાય કે મોક્ષાશયરૂપ ભાવનું તત્ત્વથી ભગવાનના ગુણમાં બહુમાનપણું છે તે કેમ નક્કી થાય? તેમાં હેતુ કહે છે –
“ભવનિર્વેદનું જ ભગવાનનું બહુમાનપણું હોવાથી.' એ પ્રમાણે લલિતવિસ્તરા ઉપરની પંજિકાનું વચન છે. અને સ્વરૂપશુદ્ધઅનુષ્ઠાન સર્વત્ર પણ જૈનદર્શનમાં કે અવ્યદર્શનમાં રહેલું સર્વત્ર પણ, તત્વથી ભગવદ્મણીત જ છે, એથી તેની પ્રશંસાથી ભગવબહુમાન થાય જ છે. હિ=જે કારણથી, વ્યુત્પન્નમતિવાળા પુરુષો અન્ય શાસ્ત્રમાં કોઈક રીતે ઉપનિબદ્ધ પણ માર્ગાનુસારી ગુણોને ભગવત્પણીતપણાથી જ જાણે છે. તેને સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજા કહે છે –
“પરતંત્રની યુક્તિઓમાં જે કોઈ સુંદર કહેવાયેલ સંપત્તિઓ અમને સુનિશ્ચિત સ્ફરે છે, તે=સુંદર કહેવાયેલી સંપત્તિઓ, હે જિન ! પૂર્વરૂપી મહાસમુદ્રમાંથી ઉદ્ધત થયેલ તમારા જ વાક્યનાં બિંદુઓ જગતમાં પ્રમાણ છે.” (દ્વાáિશદ્ દ્વાત્રિશિકા ૧/૩૦)
નંદીસૂત્રની વૃત્તિમાં પણ તે પ્રમાણે જ કહેવાયેલું છે – “પર દર્શનશાસ્ત્રોમાં પણ જે કાંઈ સમીચીન અર્થ સંસારની અસારતા અને સ્વર્ગ-અપવર્ગાદિનો હેતુ એવા પ્રાણીની અહિંસાદિરૂપ છે. તે ભગવત્પણીત શાસ્ત્રોથી જ સમુદ્ધત જાણવો. ખરેખર અતીન્દ્રિયાર્થના પરિજ્ઞાન વગર અતીન્દ્રિય અને પ્રમાણથી અબાધિત અર્થ પુરુષમાત્રથી ઉપદેશ આપવો શક્ય નથી, કેમ કે અવિષયપણું છે=છમસ્થનું અવિષયપણું છે. અને અતીન્દ્રિય અર્થનું પરિજ્ઞાન પરતીથિકોને નથી એ અમે આગળ કહીશું. તેથી તે ભગવત્પણીત શાસ્ત્રોથી મૂળભૂત એવા સમીગ્રીન અર્થને ગ્રહણ કરીને પાછળથી અભિનિવેશ વશથી સ્વ-સ્વમતિ અનુસારથી તે તે સ્વ-સ્વપ્રક્રિયાનું વર્ણન કર્યું. અને સ્તુતિકાર વડે “સુનિશ્વિતં..." ઈત્યાદિ દ્વારા કહેવાયું છે.”