Book Title: Dharm Pariksha Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 399
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૫ સ્વીકારવામાં ન આવે તો, મેઘકુમારના જીવ એવા હાથીના પણ દયાગુણના પુરસ્કારથી પ્રશંસાની અનુપપત્તિ થાય. અને અર્હત્પ્રતિમામાં અન્યતીર્થિક પરિગૃહીતપણાની જેમ દયાદિ ગુણોમાં સ્ફુટ દોષ નથી; કેમ કે દયાદિ ગુણોનું અભિતિવિષ્ટ અન્યતીર્થિક સાક્ષિકત્વનો અભાવ હોવાને કારણે મિથ્યાત્વનો અભાવ છે. ઊલટું=દયાદિ ગુણોમાં સ્ફુટ દોષ નથી ઊલટું, તત્ત્વથી જિનપ્રવચન અભિહિતત્વના પ્રતિસંધાનને કારણે તે અસ્ફટીકૃત જ છે=અત્યતીર્થિક પરિગૃહીતત્વ અસ્ફટીકૃત જ છે. આથી જ=અનભિનિવિષ્ટ મિથ્યાદૅષ્ટિના દયાદિ ગુણોમાં સ્ફુટ દોષ નથી આથી જ, ‘થોડી પણ ભગવાને કહેલા ગુણની ઉપેક્ષા શ્રેયકારી નથી' એ પ્રકારના અધ્યવસાયની દશામાં તેની પ્રશંસા=દયાદિ ગુણોની પ્રશંસા, ગુણાનુરાગના અતિશય દ્વારા કલ્યાણને કરનાર છે, આથી જ ગુણાનુરાગના સંકોચના પરિહાર માટે થોડા પણ ગુણના અવલંબનથી પણ=કોઈ વ્યક્તિમાં થોડા પણ મોક્ષમાર્ગને અનુકૂલ ગુણો હોય તેના અવલંબનથી પણ, ભક્તિનું ઉદ્શાવત કરવું જોઈએ= ભક્તિની અભિવ્યક્તિ કરવી જોઈએ, એ પ્રમાણે પૂર્વાચાર્યો કહે છે. તે=થોડા પણ જિનવચનાનુસાર ગુણનું અવલંબન લઈને ભક્તિનું ઉદ્ભાવન કરવું જોઈએ એમ પૂર્વમાં કહ્યું તે, બૃહત્કલ્પભાષ્ય અને વૃત્તિમાં કહેવાયું છે ૩૮૨ - “જેમાં=જે પાર્શ્વસ્થાદિ પુરુષમાં, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય જેટલું=દેખાય, તેમાં=તે પુરુષમાં, જિનપ્રજ્ઞપ્ત એવા તે ભાવને ભક્તિથી પૂજે.” “દર્શન–નિઃશંકિતાદિગુણથી યુક્ત એવું સમ્યક્ત્વ, જ્ઞાન=આચારાંગાદિ સૂત્રનું જ્ઞાન, ચારિત્ર=મૂલ-ઉત્તર ગુણના અનુપાલનાત્મક, દર્શન, જ્ઞાન, ચારિત્ર એ દ્વંદ્વસમાસ હોવાથી એક વચન છે. એ રીતે=દર્શન, જ્ઞાન, ચારિત્રમાં દ્વંદ્વ સમાસને કારણે એક વચનનો ભાવ છે એ રીતે, તપ=અનશનાદિ, વિનય=અભ્યુત્થાનાદિ તે રૂપ તપ, વિનય, આ દર્શનાદિ જેમાં=જે પાર્શ્વસ્થાદિ પુરુષમાં, જેટલા પરિમાણવાળા સ્વલ્પ કે બહુ દેખાય, તેમાંતે પુરુષમાં, જિનપ્રજ્ઞપ્ત તે જ ભાવને સ્વચિત્તમાં સ્થાપન કરીને તેટલી જ કૃતિકર્માદિરૂપ ભક્તિથી પૂજા કરવી જોઈએ.” તેથી=જિનવચનાનુસાર થોડો પણ ગુણ અનુમોદનીય છે તેથી, માર્ગાનુસારી કૃત્ય સર્વ પણ=સ્વરૂપશુદ્ધ અને અપવાદિક આચરણારૂપ સર્વ પણ, ભાવોના યોગથી=મોક્ષને અનુકૂળ ભાવોના યોગથી, અનુમોદનીય અને પ્રશંસનીય છે એ પ્રમાણે સિદ્ધ છે. ।।૩૫।। ભાવાર્થ: પૂર્વમાં કહ્યું કે ભગવાનના શાસનમાં વ્યુત્પન્નમતિવાળા પુરુષો અન્ય શાસ્ત્રમાં કોઈ પણ રીતે ઉપનિબદ્ધ પણ માર્ગાનુસારી ગુણોને ભગવત્પ્રણીતપણારૂપે જ જાણે છે. તેમાં સાક્ષીરૂપે સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાનું વચન આપ્યું. ત્યાં કોઈ શંકા કરે છે કે ૫૨મતમાં રહેલાં દયાદિ વચનો ૫રમાર્થથી જિનવચનમૂલક હોય તોપણ પરદર્શનવાળા પોતપોતાને અભિમત દેવતાનાં આ વચન છે એ રૂપે જ ગ્રહણ કરે છે, માટે અનુમોદનીય નથી. જેમ મિથ્યાદ્દષ્ટિ જીવો ભગવાનના બિંબને ગ્રહણ કરીને પોતાના દેવ તરીકે પૂજતા હોય તે પ્રતિમાને અવંદ્યરૂપે શાસ્ત્રમાં કહેલ છે. આ પ્રકારની શંકામાં સંપ્રદાયને જાણનારા શું કહે છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે – મિથ્યાદષ્ટિથી ગ્રહણ કરાયેલી તીર્થંકરની પ્રતિમા અન્યદર્શનના જીવો પોતાના

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402