________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૫ અહીં પૂર્વપક્ષી કહે કે સ્પષ્ટ દોષોનું પ્રતિસંધાન હોવા છતાં તેની પ્રશંસામાં દોષની અનુમતિની પ્રાપ્તિ છે. આથી જ શૈલકસૂરિ વગરે સ્પષ્ટ દોષવાળા હોવાને કારણે તેઓનું હીલનીયપણું કહેવાયું છે; કેમ કે પાર્શ્વસ્થાદિના સેવનકાળમાં જો તેમના ગુણની પ્રશંસા કરવામાં આવે તો તેમના પાર્શ્વસ્થાદિ દોષની અનુમતિની પ્રાપ્તિ થાય. જ્યારે અવિરતસમ્યગ્દષ્ટિમાં તો અવિરતિ અંશ સ્પષ્ટ દોષરૂપ નથી. માટે સમ્યક્ત્વની અનુમોદનામાં તેની અનુમોદનાની પ્રાપ્તિ નથી. આ પ્રકારે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે - માર્ગાનુસારી મિથ્યાદ્દષ્ટિનું મિથ્યાત્વ પણ સ્પષ્ટ દોષ નથી; કેમ કે સમ્યક્ત્વના સન્મુખ ભાવવાળા છે. પરંતુ જેઓ તત્ત્વની નિંદા અને અતત્ત્વની અનુમોદના કરે છે તેવા પ્રબલ મિથ્યાદ્ગષ્ટિના મિથ્યાત્વમાં સ્પષ્ટ દોષ છે. તેથી તેવા મિથ્યાદ્ગષ્ટિના દયા-દાનાદિ ગુણની અનુમોદના થઈ શકે નહિ, પરંતુ સમ્યક્ત્વને સન્મુખ મિથ્યાદ્દષ્ટિના દયા-દાનાદિ ગુણ સમ્યક્ત્વની પ્રાપ્તિનું કારણ હોવાથી તેની પ્રશંસામાં મિથ્યાત્વની પ્રશંસા નથી.
૩૮૪
વળી, ગ્રંથકારશ્રી પોતાના કથનની પુષ્ટિ કરવા અર્થે કહે છે – માર્ગાનુસારી મિથ્યાદ્ગષ્ટિના દયા-દાનાદિ ગુણોની અનુમોદનામાં દોષ નથી તેવું ન માનો તો મેઘકુમારના જીવ હાથીના દયા ગુણની પ્રશંસા પણ થઈ શકે નહિ. શાસ્ત્રકારોએ મેઘકુમા૨ના જીવના દયાગુણની પ્રશંસા કરતાં કહ્યું છે કે મેઘકુમારના જીવે હાથીના ભવમાં પુણ્યાનુબંધીપુણ્ય અને સકામનિર્જરા પ્રાપ્ત કરી હતી.
વળી, અન્યતીર્થિકથી પરિગૃહીત અરિહંતની પ્રતિમાને વંદનમાં મિથ્યાત્વની પુષ્ટિ થવાથી જેવો સ્પષ્ટ દોષ થાય છે તેવો સ્પષ્ટ દોષ માર્ગાનુસારીના દયાદિ ગુણોની અનુમોદનામાં નથી; કેમ કે અભિનિવિષ્ટ અન્યતીર્થિકના દયાદિ ગુણોની અનુમોદનામાં મિથ્યાત્વની વૃદ્ધિ છે પરંતુ જેઓ અભિનિવેશ વગરના છે તેઓમાં વર્તતા દયાદિ ગુણોમાં સમ્યક્ત્વને સન્મુખ ભાવ હોવાથી મિથ્યાત્વનો અભાવ છે. એટલું જ નહિ પણ તેઓના દયાદિ પ્રશંસા કાળમાં જિનપ્રવચનથી અભિહિત ‘આ દયાદિ ગુણો છે,' એ પ્રકારનું પ્રતિસંધાન હોવાને કારણે તેઓમાં રહેલ મિથ્યાત્વ દોષ અસ્પષ્ટ જ છે. માટે અનભિનિવિષ્ટ જીવોના દયાદિ ગુણોની પ્રશંસામાં સમ્યક્ત્વના અભિમુખ ભાવની પ્રશંસાની પ્રાપ્તિ છે. આથી જ થોડા પણ ભગવાનને અભિમત ગુણની ઉપેક્ષા શ્રેયકારી નથી. એવા અધ્યવસાયવાળા જીવોને મિથ્યાદ્દષ્ટિના સમ્યક્ત્વને અભિમુખ એવા ગુણોની પ્રશંસામાં ગુણરાગ જ અતિશય થાય છે જે સર્વ કલ્યાણનું કારણ છે. આથી જ ગુણાનુરાગનો સંકોચ ન થાય માટે થોડા પણ ગુણના અવલંબનથી પ્રમાદી સાધુઓમાં પણ ભક્તિનું ઉદ્ભાવન ક૨વું જોઈએ, એ પ્રમાણે બૃહત્કલ્પભાષ્યમાં કહ્યું છે. તેથી ફલિત થાય કે જે સાધુમાં દર્શનજ્ઞાનાદિ જેટલા અંશમાં જિનવચનાનુસાર હોય તેનો લિંગ દ્વારા નિર્ણય કરીને તેના ગુણોને અનુરૂપ ભક્તિપૂર્વક તેઓને વંદન કરવું જોઈએ.
આ ગાથાથી શું ફલિત થાય છે ? તે બતાવતાં કહે છે – મોક્ષમાર્ગને અનુકૂળ સર્વ પણ કૃત્યો મોક્ષને અનુકૂળ એવા ભાવના યોગથી અનુમોદનીય અને પ્રશંસનીય છે, એ પ્રમાણે સિદ્ધ થાય છે. II૩૫॥
ધર્મપરીક્ષા ભાગ-૧ સમાપ્ત