Book Title: Dharm Pariksha Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 397
________________ ૩૮૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૫ નથી શંકા કરે છે – પરમતમાં તત્ત્વથી જિતવચનમૂલ પણ દયાદિ વચનો સ્વ સ્વ મતના અધિદેવતાના વચનથી=સ્વ સ્વ મતના સ્વીકૃત દેવતાના વચનપણાથી, પરિગૃહીતપણું હોવાને કારણે જ અનુમોદનીય નથી. આથી જ મિથ્યાદષ્ટિ વડે સ્વ સ્વ દેવતાના બિબપણાથી પરિગૃહીત અહમ્પ્રતિમા પણ ઉપાસકદશાંગાદિમાં અવદ્યપણાથી પ્રતિપાદિત છે. એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – આમાં=પૂર્વપક્ષીએ કરેલી શંકામાં, સંપ્રદાયના જાણનારાઓ કહે છે – “જે પ્રમાણે મિથ્યાષ્ટિથી પરિગૃહીત તીર્થંકરની પ્રતિમા મિથ્યાત્વની અભિવૃદ્ધિના નિવારણ માટે વિશેષથી નમસ્કરણીય નથી=સાક્ષાત્ નમસ્કરણીય નથી, પરંતુ સામાન્યથી ‘જે કિંચિ નામ તિë.” ઈત્યાદિ સૂત્રથી અને ‘જાવંતિ ચેઈઆઈ. ઈત્યાદિ સૂત્રથી અભિવંઘ જ છે; કેમ કે તત્વથી તેઓનું પણ તે જિનપ્રતિમાઓનું પણ, તીર્થપણું છે–તારવાપણું છે, અને જિનબિલપણું છે. તે પ્રમાણે અહીં પણ=અન્યદર્શનમાં રહેલા જીવોમાં પણ, મિથ્યાષ્ટિ જીવોના ગુણો સર્વ જીવોના દયા-શીલાદિ શોભન છે. એ રીતે સામાન્યરૂપથી અનુમોદન કરાતા કોના વડે વારણ કરી શકાય ?” અને આ અત્યદર્શનના ગુણો સામાન્યથી અનુમોદ્ય છે એ, ધર્મબિંદુ સૂત્ર અને વૃત્તિમાં પણ કહેવાયું છે; કેમ કે સદ્ધર્મદેશનાના અધિકારમાં સાધારણપણાથી લોક-લોકોત્તર ગુણની પ્રશંસાનું પ્રતિપાદન છે. તે આ પ્રમાણે – “સાધારણ ગુણની પ્રશંસા કરવી જોઈએ=લોક-લોકોત્તર એવા સામાન્યરૂપ સાધારણ ગુણની દેશના યોગ્ય જીવની આગળ પ્રશંસા કરવી જોઈએ. તે લોક-લોકોત્તર સામાન્ય ગુણ “યથા'થી બતાવે છે – પ્રચ્છન્ન દાન કરવું જોઈએ=ગુપ્ત દાન કરવું જોઈએ, ઘરે કોઈ પરોણા આવે છતે સંભ્રમવિધિ-ઉચિત સત્કારવિધિ. કરવી જોઈએ, પ્રિય કરીને મૌન ધારણ કરવું જોઈએ કોઈના ઉપર ઉપકાર કરીને, ‘મેં આ ઉપકાર કર્યો છે. તેવું બતાવવું જોઈએ નહિ. ઉપકારનો=કોઈનાથી કરાયેલા ઉપકારનું સભામાં કથન કરવું જોઈએ, લક્ષ્મીનો અનુત્યેક ધારણ કરવો જોઈએ, કોઈનો અભિભવ ન થાય તેવી પરની કથા કરવી જોઈએ. શ્રતમાં અસંતોષ ધારણ કરવો જોઈએ. અનભિજાતમાંeયોગ્યતા નહીં પામેલા જીવમાં આ સર્વ કેવી રીતે નિવેશ પામે =કેવી રીતે પ્રગટ પામે?” (ધર્મબિંદુ પ્રકરણ અધ્યાય-૨, સૂત્ર-૩ ટીકા) તિ' શબ્દ ધર્મબિંદુના ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. અને આ પૂર્વમાં વર્ણન કર્યું છે, પુરુષવિશેષને અનુપગ્રહ કરનાર હોવાથી લોકોતર ધર્મને પામેલા સમ્યગ્દષ્ટિ આદિરૂ૫ પુરુષવિશેષને અનુપકાર કરનાર હોવાથી, સામાન્ય પ્રશંસા જ છે=સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિની પૂર્વભૂમિકાવાળા યોગ્ય જીવની પ્રશંસા જ છે, જોકે અહીં પણ=સાધારણ ગુણની પ્રશંસા કરી એમાં પણ, વાક્યર્થનું સાધારણ ગુણને કહેનારા વચનનું, વિશેષમાં જ પર્યવસાન છે-મિથ્યાષ્ટિમાં આવા ગુણો હોય છે એ પ્રકારે વિશેષમાં જ પર્યવસાત છે. તોપણ સાધારણ ગુણના અનુરાગનું જ અભિવ્યંગ્યપણું હોવાથીમિથ્યાદષ્ટિ-સમ્યગ્દષ્ટિ ઉભયસાધારણ એવા ગુણના અનુરાગતું જ અભિવ્યંગ્યપણું હોવાથી, મિથ્યાત્વની અભિવૃદ્ધિ નથી એ પ્રમાણે જાણવું. અહીં સામાન્ય ગુણની પ્રશંસા કરી એમાં, પરને આ પ્રમાણે આશંકા થાય – આમ હોતે છતપૂર્વમાં કહ્યું કે સાધારણ ગુણના અનુરાગનું જ અભિવ્યંગ્યપણું હોવાથી સામાન્ય ગુણની

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402